ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના આહવા ખાતેની બે બેંકમાં ડિપોઝિટ મશીનમાં ખામી સર્જાતા ગ્રાહકોને હાલાકી

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં બે દિવસથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક દિવસ માટે બેંક ઓફ બરોડાનું ડિપોઝિટ મશીનમાં ખામી સર્જાતા ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ડાંગના આહવા ખાતે બે બેંકોમાં ડિપોઝીટ મશીન ખોટકાતા ગ્રાહકોને હાલાકી
ડાંગના આહવા ખાતે બે બેંકોમાં ડિપોઝીટ મશીન ખોટકાતા ગ્રાહકોને હાલાકી

By

Published : Feb 10, 2021, 2:29 PM IST

  • આહવાની 2 બેંકમાં ડિપોઝીટ મશીનમાં ખામી સર્જાઈ
  • બેંક મર્જ થવાના કારણે સમસ્યા ઉભી થઇ: બેંક મેનેજર
  • સાંજે બેંક બંધ થઇ ગયા બાદ લોકોના ડિપોઝિટને લગતા કામો અટવાઇ ગયા

ડાંગ: ATM સેવા નામ માત્રની છે. ડાંગ જિલ્લામાં ATMના સટર ગમે ત્યારે ડાઉન હોય છે. જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાના એક-એક ડિપોઝિટ મશીન આવેલા છે. ગ્રાહકો ગમે ત્યારે આ ડિપોઝિટ મશીનમાં રૂપિયા જમા કરે છે.

છેલ્લાં બે દિવસથી ગ્રાહકોને હાલાકી

આહવાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું ડિપોઝિટ મશીનમાં છેલ્લા બે દિવસથી ખામી સર્જાઈ હતી અને એ જ પ્રમાણે બેંક ઓફ બરોડાનું ડિપોઝીટ મશીનમાં પણ આજે સવારે 10 વાગ્યાથી ખામી સર્જાતા ગ્રાહકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સાંજે બેંક બંધ થઇ ગયા બાદ લોકોના ડિપોઝિટને લગતા કામો અટવાઇ ગયા હતા.

બેંક મર્જ થવાના કારણે સમસ્યા ઉભી થઇ: બેંક મેનેજર

આ બાબતે બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર સેજલ મેડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડામાં અન્ય બેન્કો મર્જ થઈ છે. જે મર્જ કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ઓનલાઈન કામ હાલ ક્યારેક-ક્યારેક અટકી જાય છે. ડિપોઝિટ મશીન આવતીકાલથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details