કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામા, ચોમાસાની ઋતુમાં ચારેતરફ ફરિયાળી જોવા મળે છે. ધોધમાર વરસાદને પગલે ચારેતરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વરસાદની રાહ જોઈ બેઠેલા ધરતીપુત્રોમાં પણ ખુશહાલી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ડાંગર અને નાગલીની ખેતી કરે છે. ડાંગરનો પાક નિષ્ફળ ન જાય તેના માટે ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠાં હતાં. ડાંગ જિલ્લાના વઘઇ, સાપુતારા, અને સુબીર સહીતના ગ્રામ્યવિસ્તારોમાં ભારે વરસાદ ચાલું થતાં જિલ્લાની ચારેય લોકમાતાઓ પુરજોશમાં વહેતી થઈ હતી. નદીનાળા પણ પાણીથી છલકાઈ જવા પામ્યા હતા.
ડાંગ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ ચાલું, વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ - વઘઇ
ડાંગઃ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો છે. ડાંગ જિલ્લાના વઘઇ અને સુબીર તાલુકામાં સૌથી વરસાદ નોંધાયો છે. વરસાદની રાહ જોઈ બેઠેલા ધરતીપુત્રોમાં ખુશહાલી જોવા મળી રહી છે. વરસાદને પગલે ડાંગ જિલ્લાનું વાતાવરણ રમણીય બની ગયું છે.
ડાંગ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ ચાલું, વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ
આ વર્ષે વરસાદ મોડો પડતાં ખેડૂતોની રોપણી લંબાઈ હતી જેના વરસાદ આધારિત ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પણ હાલમાં ફરી ધોધમાર વરસાદ ચાલું થતાં ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લા ડીઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર આજે દિવસ દરમિયાન વઘઇ તાલુકામાં 46 mm, સુબીર તાલુકામાં 26 mm જ્યારે ગિરિમથક સાપુતારા માં 02 mm વરસાદ નોંધાયો હતો. આજે વરસાદી વાતાવરણને કારણે સાપુતારામાં ધુમ્મમય વાતાવરણ બની ગયું હતું.