ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના ભેંસકાતરીથી આસરિયા ફળીયાને સાંકળતો માર્ગ બિસ્માર હાલાતમાં - ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ભેંસકાતરીથી આસરિયા ફળિયાને જોડતો માર્ગ બિસ્માર બનતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહયો છે. પ્રાપ્ત વિગતો મુજબ એક તરફ સંવેદનશીલ સરકાર છેવાડાનાં વિસ્તારમાં વસતા આદિવાસી લોકોને સારા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કટીબદ્ધ બની છે. પરંતુ ડાંગ જિલ્લાનાં અધિકારીઓ અને પદાધિકારીઓનાં પાપે સારા ડામર સપાટી રસ્તાનો લાભ ભેંસકાતરી (આસરિયા ફળીયા)નાં ગ્રામજનોને અદ્યતન યુગમાં પણ મળી રહયો નથી. એવો અહેસાસ આ વિસ્તારનાં ગ્રામજનો કરી રહયા છે.

ડાંગના ભેંસકાતરીથી આસરિયા ફળીયાને સાંકળતો માર્ગ બિસ્માર હાલાતમાં
ડાંગના ભેંસકાતરીથી આસરિયા ફળીયાને સાંકળતો માર્ગ બિસ્માર હાલાતમાં

By

Published : Feb 26, 2020, 1:16 AM IST

ડાંગઃ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ભેંસકાતરી મુખ્ય માર્ગથી આસરિયા ફળિયાને જોડતો ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન હસ્તકનો અંદાજીત 3 કિ.મીનો માર્ગ વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ નોકરીયાત અને દૂધ વાહનોનાં અવર જવર માટે ઘણો ઉપયોગી જોવા મળી રહ્યો છે. પરંતુ હાલનાં સમયે આ લોક ઉપયોગી માર્ગ છેલ્લા એક દાયકાથી પણ વધુનાં સમયથી રસ્તો ઉબડ-ખાબડ બની જઇ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઇ જતા દ્રિચક્રી વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહયા છે.

ડાંગના ભેંસકાતરીથી આસરિયા ફળીયાને સાંકળતો માર્ગ બિસ્માર હાલાતમાં

આ રસ્તાને લઇ હાલાકી વેઠતા ભેંસકાતરીનાં જાગૃત નાગરિકોએ આ માર્ગને ડામર સપાટીમાં ફેરવવા માટે ગ્રામસભા અને જિલ્લા પંચાયત વિભાગને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી નવીનીકરણની કામગીરી હાથે ન ધરાતા રોષે ભરાયેલ ગ્રામજનોએ આ માર્ગને જો ટુંક સમયમાં તંત્ર દ્વારા ડામર સપાટીમાં ન ફેરવવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે જઇ આંદોલન કરવાની ચીમકી ઉતારી છે.

ABOUT THE AUTHOR

...view details