ડાંગ: કોરોના વાઇરસના સૌ પ્રથમ દર્દીએ કોરોનાને માત આપી છે. દર્દીને બુધવારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સુબીર ખાતેથી ભવ્ય વિદાઇ અપવામાં આવી હતી. તેમજ જિલ્લાના પ્રથમ કોરોના પોઝિટિવ યુવતી પ્રતિબેને પ્લાઝમાં થેરાપી માટે તૈયારી બતાવી હતી.
સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપરિટેન્ડ ર્ડા.સુરેશ પવારે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ વાર જ્યારે અમારી પાસે કેસ આવ્યો ત્યારે થોડા સમય માટે અહીં ભયનો માહોલ સર્જાયો હતો. કોરોના વાઇરસના હાહાકારથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે ત્યારે સ્વભાવિક જ છે કે, અમારી ટીમ પણ ગભરાટ અનુભવતી પરંતુ અમારૂ કામ દર્દીઓને સાજા કરવાનું છે. કોરોના પોઝિટિવ દર્દીને સારા કરવાનું કામ પડકારજનક હતું છતા અમારી ટીમે ખૂબ જ હિંમત રાખી સરકારની ગાઇડલાઇન મુજબ ખૂબજ ઉત્સાહથી કામ કર્યુ છે.
ડાંગ : પ્રથમ પોઝિટિવ યુવતએ કોરોનાને માત આપી, પ્લાઝમાં થેરાપી માટે બતાવી તૈયારી દર્દીમાં કોરોનાને લગતા શરદી, ખાંસી, તાવ જેવા કોઇપણ લક્ષણો જણાયા નહીં. ઉપરાંત દર્દીને કોઇ જ તકલીફ પણ પડતી ન હતી. આઇસોલેશન વોર્ડમાં ડોકટરોની બે ટીમ બનાવી દર્દી સાથે 24 કલાક સાથે રહીને સાવધાનીપૂર્વક કામ કરવામાં આવ્યું છે. આઇસોલેશન વોર્ડમાં ડોકટરોની ટીમ સિવાય કોઇને પણ જવાની મંજૂરી હતી નહિ. જેમાં કોરોનાને માત આપનાર પેશન્ટના તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ. તેમનો 14 દિવસનો કવોરોન્ટાઇન પુર્ણ થતા બુધવારે રજા આપવામાં આવી છે.
કોરોના દર્દીને હોસ્પિટલથી વિદાય આપવાની વખતે મામલતદાર એમ.એસ.માહલા,સુબીર પોલીસ ઈન્સ્પેકટર રબારી,તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.શર્મા,ર્ડા.પાઉલ વસાવા,ર્ડા.બિ્રજેશ ગાઇન,ર્ડા.જીતેશ કાકલોતર,ર્ડા.મિતેશ કુનબી,પિન્કેશ પટેલ,અલ્કા ચૌધરી,સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફગણ સહિત લોકોએ તાળીઓના ગડગડાટથી દર્દીને વિદાઇ આપી હતી.