ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાની નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ, સ્થાનિક ધારાસભ્ય દ્વારા રેલવે અધિકારીઓને રજૂઆત

ડાંગ જિલ્લાની 114 વર્ષ જૂની વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ થઈ જતાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલ દ્વારા રેલવેના એરિયા મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. એરિયા મેનેજરને આવેદનપત્ર આપીને રેલવે ફરી ચાલું કરવાની અપીલ કરાઈ હતી.

ડાંગ જિલ્લાની નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ, સ્થાનિક ધારાસભ્ય દ્વારા રેલવે અધિકારીઓને રજૂઆત
ડાંગ જિલ્લાની નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ, સ્થાનિક ધારાસભ્ય દ્વારા રેલવે અધિકારીઓને રજૂઆત

By

Published : Dec 15, 2020, 9:57 AM IST

  • ડાંગ જિલ્લાની વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ
  • ધારાસભ્ય દ્વારા ફરી ટ્રેન ચાલું કરવા રજૂઆત
  • વલસાડ એરિયા મેનેજરને રજૂઆત કરવામાં આવી
  • ગરીબ અને વેપારી લોકો માટે ખુબજ ઉપયોગી ટ્રેન હતી - ધારાસભ્ય

ડાંગઃ જિલ્લાની 114 વર્ષ જૂની વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ થઈ જતાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલ દ્વારા રેલવેના એરિયા મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. એરિયા મેનેજરને આવેદનપત્ર આપીને રેલવે ફરી ચાલું કરવાની અપીલ કરાઈ હતી.

રેલવે મંત્રાલયે રાજ્યની કુલ 11 ટ્રેનો કરી બંધ

રેલવે મંત્રાલયે રાજ્યની કુલ 11 ટ્રેનો કાયમ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ આ ટ્રેનો ખોટ કરાવતી હોવાનાં કારણે ટ્રેનો બંધ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ADRM વલસાડના એરિયા મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું હતું કે, રાજ્યની કુલ 11 ટ્રેનોમાં ટ્રાફિક ઓછું હોવાનાં કારણે ટ્રેનો બંધ કરી છે. તેમ છતાં ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ તેઓ ઉપર લેવલે રજૂઆત કરશે.

ડાંગ જિલ્લાની નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ, સ્થાનિક ધારાસભ્ય દ્વારા રેલવે અધિકારીઓને રજૂઆત

ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર આપીને ટ્રેન ચાલું કરવા અરજ કરાઈ

ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, વઘઇ ટ્રેન મજૂર વર્ગ, વેપારી વર્ગ માટે ખુબજ ઉપયોગી સમાન હતી. સમગ્ર ડાંગ જિલ્લાની જનતા વતી તેઓએ રેલવે અધિકારીઓને રજૂઆત કરી હતી. આ રજૂઆતને તેઓ સાંસદ અને કેન્દ્રિય રેલવે પ્રધા સુધી પહોંચાડીને ટ્રેન ફરી ચાલું કરવા માટે રજૂઆત કરશે.

ABOUT THE AUTHOR

...view details