ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના મહેસુલી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અચોક્કસ મુદ્દતની હડતાળ - ડાંગ સમાચાર

ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મહેસુલી વિભાગના કર્મચારીઓની પડતર માગણીઓનું નિરાકરણ નહીં આવતાં આજથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેઠાં હતાં. આ સાથે જ મહેસુલી કર્મચારીઓ દ્વારા અન્ય કામગીરી બંધ રાખતાં પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

etv bharat
ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અચોક્કસ મુદ્દતની હડતાળ

By

Published : Dec 9, 2019, 11:46 PM IST

ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓના 17 પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેઓએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મહેસુલી વિભાગ દ્વારા વારંવાર લેખિતમાં અને રૂબરૂ મળીને માન.મહેસુલી મંત્રી તથા સરકારના મહેસુલી વિભાગમાં રજૂઆત કરી હતી. છતાં આજ દિન સુધી 17 માંગણીઓ પેકી એકપણ માંગણીઓનું હકારાત્મક વલણ દાખવેલ નથી. જેનાથી સૌ મહેસુલી કર્મચારીઓમાં હતોત્સાહ અને નિરાશાની ભાવના પેદા થઈ હોવાથી તેઓએ અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. આ અગાઉ પણ મહેસુલી વિભાગ દ્વારા હડતાળ કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અચોક્કસ મુદ્દતની હડતાળ

ડાંગ જિલ્લા મહેસુલી વિભાગના પ્રમુખ હીરામણભાઈ ગવળી, એ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 2017માં જિલ્લા ફેરબદલીમાં બહેનોને 1 વર્ષ અને ભાઈઓ માટે 2 વર્ષમાં બદલી માટે બાંહેધરી આપી હતી. છતાં આજ દિન સુધી ફેરબદલી કરવામાં આવી નથી. કારકુનમાંથી નાયબ મામલતદાર અને નાયબ મામલતદારમાંથી મામલતદારનું પ્રમોશન બાકી છે. તથા ફિક્સ પગાર ધોરણના લીધે તેઓને આર્થિક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તેઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આ હડતાળમાં જિલ્લાના 40 જેટલાં કર્મચારીઓ જોડાયા છે.

મહેસુલી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં ડાંગી પ્રજાના અન્ય કામો અટવાયા હતા. મહેસુલી કર્મચારીઓની ઓફીસ ખાલીખમ હોવાથી દૂરદૂરના ગામડાઓમાંથી આવતાં લોકોનું કામ અટવાઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details