- ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ મામલો
- મૃતક યુવાનોને ન્યાય મળે તે માટે આદિવાસી સમાજની માગ
- સામાજિક કાર્યકરોએ મૃતકોના પરિવારની મુલાકાત કરી
- ન્યાયની માગણી માટે આદિવાસી સમાજ મૃતકોના પરિવાર સાથે
ડાંગઃ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને ( custodial death ) મામલે આદિવાસી યુવાનોનેે ન્યાય મળે તેમજ ન્યાયિક તપાસ થાય તે માટે આજે ડાંગ જિલ્લાના તમામ નેતાઓ તેમજ સામાજિક આગેવાનો, વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો. જેને ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે.
ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે સમાજના આગેવાનોનું ડાંગ બંધને સમર્થન
ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગ જિલ્લાનાં સુનીલ પવાર (દોડીપાડા),રવિ જાધવ (વધઈ) નું ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે ફાંસો ખાધેલા હાલતમાં મૃતદેહો મળ્યાં હતાં. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા તપાસ માટેની ટીમો બનાવી ( custodial death ) ઘટનાની તપાસ ચાલી રહી છે.
આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માગ
આ આદિવાસી યુવાનોના શંકાસ્પદ મૃત્યુની ( custodial death ) તપાસમાં ભીનું ન સંકેલાય તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તેમજ તેમના પરિવારજનોને વળતર મળે તે માટે ડાંગ જિલ્લાનાં યુવાનો,આગેવાનો, વિવિધ રાજકીય પાર્ટી અને વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન અપાયું છે.
સામાજિક આગેવાનોએ મૃતકોના પરિવારની મુલાકાત કરી
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ડિરેક્ટર બાબુરાવ ચોર્યા કે જેઓએ મૃતક બાળકોના પરિવારની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને ( custodial death ) તેઓ વખોડી કાઢેે છે તેમજ આજે આદિવાસી સમાજ જોડે આ ઘટના બની છે તો આવતાં સમયમાં બીજા પરિવાર જોડે ન બને તે માટે આજે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર ડાંગ જિલ્લાનાં લોકોએ સમર્થન આપ્યું છે. તેઓ મૃતક યુવાનોના પરિવારને આર્થિક તેમજ ન્યાયિક મદદ કરશે.