- ડાંગ જિલ્લા માટે આજે ફરી સારા સમાચાર
- મંગળવારે જિલ્લામાં કોરોના(Corona)નો એક પણ નવો કેસ નહીં
- મંગળવારે 6 દર્દીઓને રજા અપાઈ
- એક્ટિવ કેસ 9
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ અગાઉ જિલ્લામા કુલ 685 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 676 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે આજની તારીખે 9 કેસો એક્ટિવ કેસ છે.
આ પણ વાંચોઃ Dang Corona Update - ડાંગ માં 3 દિવસથી એકપણ પોઝિટિવ કેસ નહિ, 3 દર્દીઓ આજે ડિસ્ચાર્જ થયા
ડાંગ જિલ્લામાં ફક્ત 9 કોરોનાં પોઝિટિવ દર્દીઓ
એક્ટિવ કેસો પૈકી 1 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા અને 8 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. "કોરોના સંક્રમણ"ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 195 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 11,189 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે.
આ પણ વાંચોઃ Dang corona update: 24 કલાકમાં 4 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ કેસ નોંધાયો
જિલ્લામાં 16 કન્ટેઈન્ટમેન્ટ ઝોન એક્ટિવ
જિલ્લામા આજની તારીખે કુલ 16 કન્ટેઈન્ટમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 63 ઘરોને આવરી લઈ 256 વ્યક્તિઓના કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 15 બફર ઝોન (એક્ટિવ)માં 115 ઘરોને સાંકળી લઈ 451 લોકોને કવોરેન્ટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે મંગળવારે જિલ્લાભરમાંથી 160 RT-PCR અને 48 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 208 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 160 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ પામ્યા છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.