- પ્રભારી રમણલાલ પાટકરે વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યાં
- સંભવિત ત્રીજી લહેર સામે અસરકારક વ્યૂહરચના ઘડાઈ
- કોરોનાને પ્રવેશતો રોકવા તંત્ર પ્રતિબદ્ધ
- પ્રજાજનોને સ્વયં શિસ્ત સાથે સત્વરે 'વેકસીન' લઈ સુરક્ષિત થવાનો અનુરોધ
ડાંગઃ 'જીતશે ગુજરાત, હારશે કોરોના' ના મંત્ર સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ ખભેખભા મિલાવીને 'કોરોના' ની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટેના અમોધ શસ્ત્ર એવા 'રસીકરણ' માટે ઝુંબેશ આદરી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર રસીકરણ (Corona Vaccination) જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી પ્રજાજનોને 'વેકસીન' બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓને તિલાંજલિ આપી, રસી લઈને સુરક્ષિત થવા માટે સમજાવવામાં આવી રહ્યાં છે.
'રસીકરણ રથ' ના માધ્યમથી ગામેગામ જનજાગૃતિનો પ્રયાસ
ડાંગ જિલ્લાને 'કોરોનામુક્ત' (Corona) કરવાની નેમ સાથે પોતાનો ડાંગ જિલ્લાનો કાર્યભાર સંભાળનારા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા ડાંગ જિલ્લામા સો ટકા રસીકરણ (Corona Vaccination) થાય તે માટે અધિકારીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણી/પ્રતિષ્ઠિત નાગરિકો, જુદા જુદા ધર્મ સંપ્રદાયના વડાઓ, સામાજિક/સેવાભાવી સંસ્થાઓ સહિત યુવા સંગઠનો વિગેરેનો સહકાર મેળવી જરૂર પડ્યે 'રસીકરણ રથ' ના માધ્યમથી પણ ગામેગામ જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ આદરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ