ગુજરાત

gujarat

ETV Bharat / state

Custodial Death Case: આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ - Dang closes for tribal children to get justice in custodial death case

ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને મામલે (custodial death case)આજે ડાંગ(Dang) જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં આજે તમામ દુકાનોના શટર બંધ જોવા મળી રહ્યા છે. ડાંગ બંધ(Dang closes)ને લઈ લોકોનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તેમજ જિલ્લાના તમામ જોવા લાયક સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા છે.

આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ
આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ

By

Published : Jul 26, 2021, 12:28 PM IST

Updated : Jul 26, 2021, 12:41 PM IST

  • ડાંગ જિલ્લો સજ્જડ બંધ
  • બંધને લઈ લોકોનો પ્રચંડ પ્રતિસાદ
  • ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ મામલે ડાંગ બંધ
  • જિલ્લાના તમામ જોવાલાયક સ્થળો બંધ કરાયા

ડાંગ: ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને મામલે(custodial death case) આજે ડાંગ (Dang)જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે. આદિવાસી બાળકોને ન્યાય મળે તેમજ બાળકોના ડેથ મામલે ન્યાયિક તપાસ થાય તે માટે આજે ડાંગ જિલ્લાના તમામ નેતાઓ તેમજ સામાજિક આગેવાનો, વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો, જેને ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં આહવા, વઘઇ, સુબિર, સાપુતારા તેમજ તમામ જોવાલાયક સ્થળોને બંધ રાખવામાં આવ્યા છે.

કસ્ટડીયલ ડેથ મામલે આદિવાસી બાળકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ

આ પણ વાંચો-નવસારીના ચીખલી પોલીસ મથકમાં 2 આરોપીઓની શંકાસ્પદ આત્મહત્યા

ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે સમાજના આગેવાનોનું ડાંગ બંધને સમર્થન

21 જુલાઇના રોજ ચીખલી પોલીસ સ્ટેશન(Chikhli Police Station)માં ડાંગ(Dang) જિલ્લાના સુનિલ પવાર (દોડીપાડા), રવિ જાધવ(વધઈ)એ ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા તપાસ માટેની ટીમો બનાવી ધટનાની તપાસ ચાલી રહી છે. આ આદિવાસી યુવાનોના શંકાસ્પદ મૃત્યુના તપાસમાં ભીનુ ન સંકેલાય તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તેમજ તેમના પરિવારજનોને વળતર મળે તે માટે ડાંગ જિલ્લાના નવ યુવાનો, આગેવાનો, વિવિધ રાજકીય પાર્ટી અને વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન અપાયું છે.

કસ્ટડીયલ ડેથ મામલે આદિવાસી બાળકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ

જિલ્લામાં તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી

કસ્ટડીયલ ડેથ મામલે (custodial death case)આજ રોજ ડાંગ જિલ્લામાં તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. આજે શામગહાન, વઘઇ, સુબિર, આહવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તમામ દુકાનો બંધ જોવા મળી હતી. સવારથી જ ડાંગ બંધને પ્રચંડ પ્રતિસાદ સાથે વેપારીઓએ દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો હતો અને જેને લઈ આજે સમગ્ર ડાંગમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યાં હતાં.

ડાંગ બંધને લઈ તમામ જોવાલાયક સ્થળો બંધ

ડાંગ(Dang) જિલ્લામાં આજે બંધને લઈ જિલ્લાના તમામ જોવા લાયક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. અહીં જોવા લાયક સ્થળોએ પ્રવાસીઓ અટવાયા હતા. ગીરા ધોધ સહિત, વઘઇ બોટનિક ગાર્ડન તેમજ સાપુતારામાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો.

કસ્ટડીયલ ડેથ મામલે આદિવાસી બાળકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ

ડાંગ બંધને લઇને લોકોનું સમર્થન

સોમવારે ડાંગ(Dang) બંધના નિર્ણયને લઈ ગઇકાલે જિલ્લાના ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ અન્ય પાર્ટીના આગેવાનોએ ડાંગ બંધને લઈ અલ્ટીમેટ આપી દીધું હતું. આ ઉપરાંત આહવા અને વઘઇ વેપારી એસોસિએશન દ્વારા પણ બંધ પાળવાને લઈ સમર્થન આપવામાં આવ્યું હતું. વઘઇના સરપંચે જણાવ્યું હતું કે, ચીખલી ડેથ મામલે બાળકોના મુત્યુ અંગે તપાસ થાય તે જરૂરી છે. પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે આજે ડાંગ બંધ રાખવામાં આવ્યું છે. ડાંગ બંધને લઈ લોકોના સમર્થન બદલ તેમણે લોકોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો-વાપીમાં પરિણીતાની આત્મહત્યા કેસમાં 4ની ધરપકડ, આરોપીઓ જેલ હવાલે

શું છે સમગ્ર મામલો?

નવસારીના ચીખલી પોલીસ મથક(Chikhli Police Station)માં ચોરીના ગુનામાં ડાંગના વઘઇથી લવાયેલા 2 આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સુરત રેન્જના એડીજી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓના આત્મહત્યા મુદ્દે તપાસનો ધમધામાટ શરૂ કરવામાં આવ્યો હતો. નવસારીના ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઢોલીપાડા ગામેથી સુનિલ ઉર્ફે લાલુ સુરેશ પવાર (19) અને વઘઇમાં રહેતા રવિ સુરેશ જાધવ (19)ને ચોરીના ગુનામાં શંકાના આધારે લાવી હતી. જેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં સુનિલ અને રવિ બન્ને વાયરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા.

આ મામલે ત્રણ પોલીસ કર્મીઓને કરવામાં આવ્યાં હતા સસ્પેન્ડ

નવસારીના ચીખલી પોલીસ મથક(Chikhli Police Station)માં ચોરીના ગુનામાં શંકાના આધારે લાવવામાં આવેલા ડાંગના વઘઇના બે યુવાનોએ ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લેવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ચીખલી પોલીસના PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, આદિવાસી સંગઠને ચીખલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.

PIને બદલીના બે જ કલાક બાદ સસ્પેન્ડ કરાયા

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથક(Chikhli Police Station)માં બુધવારે બે આરોપીઓની આત્મહત્યા બાદ PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. જે બાદ શુક્રવારે PIની પણ પહેલા બદલી કરી તેના બે કલાક બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો-વાપીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આત્મહત્યા કરનારા બન્ને યુવાનો સામે નોંધાઈ હતી બાઈક ચોરીની ફરિયાદ

ચીખલી પોલીસ મથક(Chikhli Police Station)માં આત્મહત્યા કરનારા ડાંગના બે આદિવાસી યુવાનો સામે ચીખલી પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધી તપાસ PSIને સોંપી હતી. ચીખલીના ધોબીવાડમાં રહેતા અને લોન્ડ્રી વ્યવસાય સાથે સંકળાયેલા નરેશ રાજપૂતની 5 હજાર રૂપિયાની બાઈક, જે બિનઉપયોગી હતી, જે તેમના ઘર આંગણામાંથી ચોરાઈ ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસે ગત 19 જુલાઈના રોજ ડાંગના વઘઇ ખાતે રહેતા રવિ જાધવની અટક કરી હતી અને બીજા દિવસે 20 જુલાઈના રોજ વઘઇથી સુનિલ પવારની પણ અટક કરી હતી. જેમાં 21 જુલાઈની વહેલી સવારે રવિ અને સુનિલ બન્ને શકમંદોએ ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં વાયર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો- Suicide Case: ચીખલી પોલીસ મથકમાં બે શકમંદોએ કરેલી આત્મહત્યા પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

આ પણ વાંચો- ચીખલીના પોલીસ ઇન્સ્પેક્ટર બદલીના બે કલાકમાં જ સસ્પેન્ડ

આ પણ વાંચો-ચીખલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરનારા બંને આદિવાસી યુવાનો સામે નોંધાઈ બાઈક ચોરીની ફરિયાદ

આ પણ વાંચો- છેલ્લા 2 વર્ષમાં 157 કસ્ટોડિયલ ડેથના બનાવ, પોલીસ અધિકારીઓને જેલ હવાલે કરાયા

આ પણ વાંચો- મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ફરાર 3 પોલીસકર્મી ભાવનગરથી પકડાયા

Last Updated : Jul 26, 2021, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details