- ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ
- જિલ્લા પોલીસ દ્વારા વઘઇમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું
- વાહન ચાલકોને ટ્રાફીક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો અનુરોધ કરાયો
ડાંગનાં વઘઇ ખાતે 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ - national road safety month in gujarat
32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિન નિમિત્તે વઘઇ પોલીસ મથક દ્વારા અકસ્માતથી બચવા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હોમગાર્ડ સહિતના જીઆરડી જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ડાંગ: જિલ્લામાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વઘઇ પોલીસ મથક દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હોમગાર્ડ, જીઆરડી જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અકસ્માતથી બચવા માટે ઉપયોગી માર્ગદર્શન અપાયું
ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે આજે પોલીસ જવાનો દ્વારા અકસ્માતથી કઈ રીતે બચી શકાય તેના બેનરો સાથે સુત્રોચાર કરી નગરના અલગ-અલગ વિસ્તારમા ફરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. વઘઇ પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી.વસાવા ટ્રાફીક પીએસઆઈ જયેશભાઈ વળવીએ વાહન ચાલકો તેમજ નગરજનોને માર્ગ અકસ્માતમાં કઇ રીતે બચી શકાય એ માટેની જાગૃતિ લાવવા માટેના પેમ્પલેટ વહેચી માહિતગાર કર્યા હતા.