ડાંગ: જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોગ્રેસનાં ઉમેદવારને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી બાદ ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાની નારાજગીનો ઓડિયો વાયરલ થતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં હલચલ મચી છે.
ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખનો ઓડિયો વાયરલ, પોતાના જ ઉમેદવાર પર નારાજ - Dang district BJP party
ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોગ્રેસનાં ઉમેદવારને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી બાદ ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાની નારાજગીનો ઓડિયો વાયરલ થતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં હલચલ મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીનાં ડાંગ જિલ્લાનાં ભાજપ અને કોગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપા પક્ષ દ્વારા સતત પાંચમી વખત વિજયભાઈ પટેલને પસંદ કરવામાં આવ્યા છે, તેમજ ઉમેદવારી પત્રક ભરાવ્યુ છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા અસમંજસતાની સાથે સૂર્યકાંત ગાવીતના નામ ઉપર મહોર મારી ઉમેદવારી પત્રક ભરાવ્યુ છે. જેમાં ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષે સૂર્યકાંત ગાવીતની ઉમેદવારીને લઈને ડાંગ જિલ્લાનાં 80 ટકા કોંગ્રેસી કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી આહવા ખાતે કોંગ્રેસ પ્રભારી અજય ગામીત સમક્ષ ઉમેદવાર બાબતે રોષ ઠાલવ્યો હતો. તેમજ સૂર્યકાંત ગાવીતની ઉમેદવારી વખતે ગેરહાજરી નોંધાવી કોંગ્રેસનાં કદાવર નેતા ચંદરભાઈ ગાવીતનાં સમર્થનમાં ઉતર્યા હતા.
જ્યારે સામે પક્ષે ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાને ટીકીટ ન મળતા એક ઓડિયો વાયરલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઓડિયો ક્લિપમાં કાર્યકર્તાને નામે પોતાની નારાજગી વ્યક્ત કરતા ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવ ચૌર્યાએ વિજયભાઈ પટેલને સતત પાંચમી ટર્મ ટીકીટ મળતા પોતાનાં કાર્યકર્તાઓ નારાજ થયા હોવાનું જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લામાં કોગ્રેસનાં કકળાટ બાદ ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખનો ઓડિયો વાયરલ થતા જિલ્લાનાં રાજકારણમાં હલચલ મચી જવા પામી છે.