ડાંગ: તમામ આરોગ્ય વિષયક સેવાઓ (આયુષ સહિત) , કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ , સમગ્ર કૃષિ અને બાગાયતી પ્રવૃતિઓ , માછીમારી / મત્સ્યોદ્યોગની પ્રવૃતિઓ , બગીચાઓ (પ્લાન્ટેશન ) ને લગતી પ્રવૃતિઓ, પશુપાલનમાં પ્રવૃતિઓ, નાણાકીય ક્ષેત્રમાં કેટલીક પ્રવૃતિઓ ,સામાજિક ક્ષેત્રમાં પ્રવૃતિઓ, ઓનલાઈન શિક્ષણ/ દૂરવર્તી શિક્ષણ (Distance Learning), મનરેગા હેઠળની કામગીરી, જાહેર ઉપયોગિતાઓ માટે પ્રવૃતિઓ, રાજયની અંદર અને આંતર-રાજ્ય માલવાહકની અવર-જવર અને માલનું લોડિંગ – અનલોડિંગની પ્રવૃતિઓ, આવશ્યક ચીજવસ્તુનો પુરવઠા (સપ્લાય) ને લગતી બાબતો,પોસ્ટ ઓફિસો સહિતની પોસ્ટલ સેવાઓ, વાણિજય અને ખાનગી સંસ્થાઓ જેવી પ્રવૃતિઓ, ઉદ્યોગો / ઔદ્યોગિક એકમો (સરકારી અને ખાનગી બન્ને) , બાંધકામ પ્રવૃતિઓ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિઓની અવર-જવરની છૂટનો સમાવેશ કરવામાં આવશે.
ડાંગ: કલેકટર દ્વારા 20 એપ્રિલથી છુટછાટનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું. - corona virus in dang
નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉનનો સમયગાળો 3 મે સુધી લંબાવવામાં આવ્યો છે. લોકડાઉનના સમયગાળામાં અનેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.જે સંદર્ભે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.ડામોરે તેમને મળેલી સત્તાની રૂએ ભારત સરકારની માર્ગદર્શિકાની જોગવાઇઓ મુજબ પ્રજાની હાડમારી ઓછી કરવાં માટે કેટલીક છુટછાટો જાહેર 20મી એપ્રિલ 2020થી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેટલીક શરતોને આધીન રહીને નીચે મુજબની પ્રવૃત્તિઓ શરૂ કરી શકાશે અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ડાંગ: કલેકટર દ્વારા 20 એપ્રિલથી છુટછાટનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.
દરેક લોકોને સોશિયલ ડિસટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરવો ફરજીયાત રહેશે.