ગુજરાત

gujarat

Daman Gambling Case: ગેમિંગ પ્લેટફોર્મ ઉપર ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ, 1.30 કરોડ ફ્રીઝ

By

Published : Apr 13, 2023, 12:32 PM IST

Updated : Apr 13, 2023, 2:16 PM IST

દમણ પોલીસે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઉપર ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. જેમાં 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 60 બેંક ખાતા ચેકબુક-પાસબુક, 46 ડેબિટ કાર્ડ અને 7 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

Daman Case: દમણ પોલીસે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઉપર ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરી
Daman Case: દમણ પોલીસે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઉપર ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરી

દમણ:દમણ પોલીસે વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઉપર ચાલી રહેલા આંતરરાજ્ય જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરવા સાથે વિવિધ 78 જેટલા બેંક ખાતામાં રહેલા 1.30 કરોડ કરતા વધુની રકમ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી છે.

રૂપિયાની લેણદેણ:દમણ પોલીસને પોતાના સૂત્રોથી danangames.in ના નામથી ચાલી રહેલ એક ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મથી લોકોનો વિશ્વાસ જીતી વ્યક્તિગત અને આર્થિક જાણકારી ચોરવાની સાથે જુગાર રમવાની ગેરકાનૂની ગતિવિધિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસે પ્રારંભિક તપાસમાં અનેક બેંક ખાતાઓની માહિતી મેળવી હતી. ખાતાઓની ઊંડાણથી કરેલી તપાસ દરમિયાન વિવિધ બેંક ખાતાઓમાં આ ઓનલાઈન ગેમ્સ દ્વારા ગેમ્બલિંગ (જુગાર) માધ્યમથી દરરોજ કરોડ રૂપિયાની લેણદેણ થઈ રહી હતી.

આ પણ વાંચો માનવામાં ન આવે પણ હકીકત છે કે, વાપી રેલવે સ્ટેશન એક સમયે દમણ રોડ હતું

બહારથી સંચાલન:બેંક ખાતા દ્વારા પોલીસને જાણકારી મળી કે મોટાભાગના વ્યક્તિઓ દેશના અલગ અલગ વિસ્તારમાં સક્રિય હતા. કેટલાક વ્યક્તિઓ દેશના બહારથી સંચાલન કરી રહ્યા હતા. કેસની ગંભીરતાને જોતાં પોલીસની ટીમને તપાસ માટે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. જેમાં 15 દિવસો સુધી સતત એક કડીથી બીજી કડીને જોડી પોલીસની ટીમેં આંધ્રપ્રદેશમાંથી આ ગેંગના એક મુખ્ય આરોપી કન્નુરી દુર્ગા પ્રસાદને ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછ બાદ બીજો મુખ્ય આરોપી સ્વર્ણસિંહને પંજાબથી લાવવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 60 બેંક ખાતા ચેકબુક-પાસબુક, 46 ડેબિટ કાર્ડ અને 7 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

જુગારનું રેકેટ:ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા જુગારનું રેકેટ ચલાવી રહી હતી. તપાસ દરમિયાન સામે આવેલી વિગતોમાં damangames.in ના નામથી એક ગેંગ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા જુગારનું રેકેટ ચલાવી રહી હતી. મની લોન્ડરિંગની ગતિવિધિઓમાં સામેલ હતી. દમણ પોલીસ ગેંગના મુખ્ય સભ્યની શોધ કરી રહી હતી. ધરપકડ કરાયેલ આરોપી ઓનલાઈન જુગાર રેકેટમાં મુખ્ય સભ્ય છે. અનેક ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ દ્વારા ગેંગના પુરા નેટવર્કને ઉજાગર કરવા અને અન્ય દરેક દોષિઓને ન્યાયની અદાલતમાં લાવવા માટે આગળની તપાસ જારી છે.

આ પણ વાંચો દમણની શ્રી ગણેશ પેકેજિંગમાં ભીષણ આગ, ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ

ફ્રીઝ કરાયા:આરોપીઓની ધરપકડ અને ખાતા ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન બરામદ કરી દમણ પોલીસે મોટી સફળતા મેળવી છે. સમગ્ર તપાસ દરમિયાન પોલીસને 78 થી વધુ બેંક ખાતાઓમાં રહેલા 1.30 કરોડથી વધુની રકમ હોવાનું જણાતા તેને ફ્રીઝ કરાયા છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓની કરાયેલી કડક પુછપરછ બાદ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી ફિલીપાઈન્સમાં રહી નેટવર્ક ચલાવી રહ્યો છે. જે આરોપી સ્વર્ણ સિંહનો સગો છે.

(પોલીસે જાહેર કરેલી પ્રેસનોટને આધારે)

Last Updated : Apr 13, 2023, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details