- જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાં વેકશીન લીધી
- ડાંગમાં પ્રાથમિક આરોગ્ય કેદ્ર ઉપર રસીકરણનું કાર્ય ચાલું
- 60 વર્ષથી વધુ વયના 1900 નાગરિકોએ લીધી રસી
ડાંગ: રાજ્યની નિર્ણાયક સરકાર કોવિડ મહામારી સામે મક્કમ લડાઈ લડી શકાય તે માટે ખુબ જ આયોજનપૂર્વક "રસીકરણ અભિયાન" પાર પાડી રહી છે. તેમ છતા સાંપ્રત સમયમા ગુજરાતના કેટલાક મોટા શહેરો અને નગરો સહીત ગ્રામ્ય વિસ્તારોમા પણ "કોરોના" ના નવા કેસો સામે આવ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાં વેકશીન લીધી
આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામા પણ વ્યાપક રસીકરણ અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયુ છે. જેના ભાગ રૂપે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા સહીત નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીના કર્મચારીઓએ પણ કોવીક્સીનના બંને ડોઝ લઈને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. આ ઉચ્ચાધિકારીઓએ આહવાની સિવિલ હોસ્પીટલના સિસ્ટર કલ્પનાબેન રજવાડે પાસે બંને રસી લીધી છે. જેમને આ બંને રસીઓ બાદ કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી.
આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ તથા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી
ડાંગનાં લોકોને રસીકરણમાં સહયોગ આપવા જિલ્લા વિકાસ અધિકારીની અપીલ
રાષ્ટ્રભરમા રસીકરણની કામગીરીમા ગુજરાત રાજ્ય અગ્રીમ હરોળમા છે. ત્યારે ડાંગ જિલ્લો કે જે સદનસીબે "કોરોના"ના કાળા કહેરથી અત્યાર સુધી સલામત રહ્યો છે. તેવા સમયે આ બાબતે જરા પણ લાપરવાહી ચલાવી શકાય તેમ નથી. આ સંજોગોમા પાડોશી મહારાષ્ટ્ર રાજ્યમા વણસી રહેલી પરિસ્થિતિ જોતા ડાંગના પ્રજાજનો પણ સત્વરે રસીકરણના કાર્યમા જોડાઈને, આ લડાઈમા સહભાગી થાય તે જરૂરી છે, તેમ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યુ છે.