ડાંગ: પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લામાં એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલું કે, અમારા ગામમાં બાળલગ્ન થઈ રહ્યા છે જેથી તત્કાલીન આહવા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન 181 તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા માલુમ પડેલ કે બંને પાત્રની લગ્નની વય થયેલી નથી તેથી બંને પક્ષકારના માતા પિતા, સંબંધીઓને માહિતી આપી કે બાળલગ્ન કરવા એ કાયદેસર અને સામાજિક રીતે અપરાધ છે જેથી બન્ને પક્ષકારોએ લગ્ન મોકૂફ રાખવા સંમત થયા હતા.
ડાંગની અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવવમાં આવ્યા - 181 Helpline
ડાંગ જિલ્લામાં સમયસર પહોંચી બાળલગ્ન અટકાવવામાં સફળ રહેલી અભયમ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ.
પરંતુ ડાંગ જિલ્લામાં હજુ પણ આદિવાસી સમાજના વડીલોમાં સાકક્ષરતાનુ પ્રમાણ ઓછું હોય જેના લીધે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ બાળલગ્નના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના લીધે હજૂ પણ ડાંગ જિલ્લામાં આવા કિસ્સાઓ 181 હેલ્પલાઇન પર આવે છે ત્યારે આવા ફોન કોલ આવતા 181 મહિલા હેલ્પલાઇનને જાણકારી મળતા અભયમ 181 તાત્કાલિક પહોંચી સાચી સમજ અને માર્ગદર્શન આપવામાં આવે છે. પુખ્ત વય કોને કહેવાય, લગ્નકરવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ જેની માહિતી એકંદરે હોતી નથી આ માટે અભયમ ટીમ દ્વારા મહિલાઓ, વિદ્યાર્થી, ગ્રામજનોને ફિલ્ડમા જઈ સાચી માહિતી પુરી પાડવામાં આવે છે. જેના કારણે વાલીઓ અને વર કન્યાને પણ માહિતી મળી રહી છે અને ડાંગ જિલ્લાના આદિવાસીઓને એ સમજણ આપી સહરાનીય કામગીરી પુરુ પાડી રહી છે ડાંગ જિલ્લાની 181અભયમ મહિલા હેલ્પલાઇન.