ગુજરાત

gujarat

By

Published : Jan 26, 2020, 10:29 AM IST

ETV Bharat / state

વઘઇની કિલાદ કેમ્પ સાઈડ ખાતે બોટની ફેસ્ટિવલ 2020 યોજાયો

ડાંગના વઘઈ તાલુકામાં બે દિવસીય બોટની ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક જંગલ વિશેની જાણકારી આપવી આવી હતી. આ કાર્યક્રમ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બરોડાનાં સંયુક્ત ઉપક્રમે વઘઇના કિલાદ કેમ્પમાં તારીખ 24 અને 25 જાન્યુઆરીએ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને પ્રકૃતિ સાથે જોડાવાનો હતો અને તેનું મહત્વ સમજાવાનો હતો.

boatni-festival-2020
boatni-festival-2020

ડાંગઃ ગુજરાત રાજ્યના પ્રકૃતિ અભ્યાસુઓની સંશોધનાત્મક જિજ્ઞાસાઓને નિખાર આપવા માટે દક્ષિણ વનવિભાગના નેજા હેઠળ વઘઇ કિલાદ કેમ્પ સાઈડના સ્થળે બે દિવસીય બોટની ફેસ્ટિવલ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું.

વઘઇની કિલાદ કેમ્પ સાઈડ ખાતે બોટની ફેસ્ટિવલ 2020 યોજાયો
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં વિવિધતમ પ્રકૃતિથી સમૃદ્ધ જોવા મળે છે. આ સાથે ત્યાંના જંગલોની વનસ્પતિ પ્રકૃતિપ્રેમી અભ્યાસુઓ માટે ઉપયોગી બને છે, ત્યારે ડાંગ જિલ્લાના જંગલોમાં ઉપલબ્ધ વનસ્પતિ, ફળ ફળાદી, કંદમૂળ તેમજ પાંદડાં માનવજીવનમાં કે રીતે ઉપયોગી બને તે માટે ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ અને સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બરોડાના સંયુક્ત ઉપક્રમે વઘઇ કિલાદ કેમ્પ સાઈડ ખાતે તારીખ 24 અને 25ના રોજ બોટની ફેસ્ટિવલ 2020 યોજાયો હતો.

બે દિવસ માટે યોજાયેલા બોટની ફેસ્ટિવલ 2020 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની 18 બોટની કોલેજનાં 150થી વધુ વિદ્યાર્થીઓ સહિત માર્ગદર્શક તજજ્ઞો જોડાયા હતાં. અહીં, વિદ્યાર્થીઓએ સંશોધનાત્મક પ્રકલ્પ હેઠળ વિવિધ સ્ટૉલ પર વનસ્પતિ, પાંદડા, કંદમૂળ, જંગલી ફળ-ફળાદીમાંથી વિવિધ ફૂડ બનાવી ઉપસ્થિત પ્રકૃતિપ્રેમીઓ સમક્ષ રજૂ કરી સમાજને નવી પ્રેરણા પૂરી પાડી હતી.

ડાંગ જિલ્લામાં બોટની ફેસ્ટિવલ આયોજન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક જંગલ વિશેની જાણકારી આપવાનો છે. હાલમાં આધુનિક યુગમાં શહેરી જીવન પ્રકૃતિથી દૂર રહેવા લાગ્યા છે. તેઓ પ્રકૃતિને ભૂલી ગયા છે. તેઓને પ્રકૃતિ તરફ પાછા વળી સમજણ આપવી જરૂરી બની ગયું છે.

કેમ્પમાં બોટની વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત થાય તે હેતુથી જુદી જુદી સંશોધનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને જંગલની પરિક્રમા કરાવી વનસ્પતિઓની ઓળખ કરાવવી, જંગલના સંપ્રદાયમાંથી વિવિધતમ વસ્તુઓ જે માનવજીવન માટે ઉપયોગી છે, તેમનો ઉપયોગ કરી જુદી-જુદી વસ્તુઓ બનાવી શકાય છે, તથા બોટની વિદ્યાર્થીઓ જ્યારે જંગલમાં જાય છે, ત્યારે જંગલની પેદાશો ઉપયોગ કરી શકે તે માટે તેની પ્રવૃત્તિઓના હકારાત્મક અભિગમને સાકાર કરવાની સમજ પૂરી પાડી હતી.

આ કાર્યક્રમમાં વલસાડ વન વિભાગનાં CCF એમ.જે પરમાર, DCF અગનેશ્વર વ્યાસ, DCF દિનેશભાઇ રબારી, વઘઇ રેંજ RFO ડી.કે.રબારી અને વનકર્મીઓ સહિત બોટની વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details