ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ વિધાનસભાની બેઠક જીતવા ભાજપ કોંગ્રેસને છૂટી શકે છે પરસેવો, અન્ય બે પાર્ટી પણ મેદાનમાં - Aam Aadmi Party

ડાંગ વિધાનસભાની ખાલી પડેલી 173 વિધાનસભાની બેઠક માટે ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ પાંચ વર્ષની મુદત બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સીમાંકન નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે માટે સંભવિત નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. જેને લઈ ભાજપ અને કોંગ્રેસે બૂથ લેવલે બેઠકો શરૂ કરી દીધી છે. આ સાથે જ વિપક્ષી દળો પણ જિલ્લામાં સક્રિય થયા છે. ડાંગની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઝઘડા વચ્ચે વિપક્ષી દળોને ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.

ડાંગ વિધાનસભાની બેઠક જીતવા ભાજપ કોંગ્રેસને છૂટી શકે છે પરસેવો, અન્ય બે પાર્ટી પણ મેદાનમાં
ડાંગ વિધાનસભાની બેઠક જીતવા ભાજપ કોંગ્રેસને છૂટી શકે છે પરસેવો, અન્ય બે પાર્ટી પણ મેદાનમાં

By

Published : Sep 22, 2020, 2:45 PM IST

ડાંગઃરાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો માટે ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે જિલ્લા, તાલુકા અને બુથ લેવલે પૂરજોશમાં બેઠકો શરૂ કરી દીધી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લામાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) અને આમ આદમી પાર્ટી (AAP) બંને સક્રિય થઈ છે. આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આજે પણ લગભગ 70 ટકા લોકો મજૂરી માટે સુગર ફેક્ટરીઓમાં 6 મહિના માટે સ્થળાંતર કરે છે. અન્ય જિલ્લાઓની સરખામણી ડાંગ જિલ્લાને પછાત જિલ્લો ગણવામાં આવે છે. વર્ષોથી લોકોની સમસ્યાઓનો કોઈ અંત આવ્યો નથી જે માટે લોકોની આગેવાની અને લીડરશીપ ને ધ્યાને રાખીને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને આમ આદમી પાર્ટી લોકોની સમસ્યાને વાચા આપવા પ્રયત્નો કરી રહી છે.

ડાંગ વિધાનસભાની બેઠક જીતવા ભાજપ કોંગ્રેસને છૂટી શકે છે પરસેવો, અન્ય બે પાર્ટી પણ મેદાનમાં

કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લાની વિધાનસભા સીટ જીતવા માટે રાજ્યકક્ષાના પ્રધાનો અવારનવાર ડાંગની મુલાકાતે આવતા જોવા મળે છે. કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ગયા બે મહિનામાં 3થી 4 વખત અહીં આવી ચૂક્યા છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ગયા અઠવાડિયે અહીં કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી હતી. બીટીપીને જિલ્લામાં માત્ર એક જ વર્ષ થયું છે. જ્યારે આમ આદમી પાર્ટીને 6 મહિના થયા છે. આ બંને પાર્ટીના કોઈ પણ ઉમેદવાર જિલ્લા કે તાલુકા લેવલે ચૂંટાયા નથી છતાં બન્ને પાર્ટીઓ જનતાના પ્રશ્નોને સરકાર સમક્ષ મૂકી રહી છે. એટલે આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટી ડાંગ જિલ્લાની વિધાનસભા સીટ જીતે તો નવાઈ નહીં. ડાંગ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધી ફક્ત કોંગ્રેસ અને ભાજપ પાર્ટીનો દબદબો હતો પણ અન્ય પાર્ટીઓ પણ આ જિલ્લામાં પાયો જમાવવા માટે મથામણ કરી રહી છે. આ નવી વિપક્ષી પાર્ટીઓ સક્રિય થતા જિલ્લાના મોટા ભાગના યુવાનો આ પાર્ટીઓને સાથ આપી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વિધાનસભાની 1 સીટ જ્યારે જિલ્લાની કુલ 18 સીટ અને સુબિર, આહવા અને વઘઈ એમ ત્રણે તાલુકામાં 16 સીટો આવેલી છે. ટૂંક સમયમાં ચૂંટણી યોજાનાર છે. આદિવાસી સંગઠનો વર્ષો જૂના પ્રશ્નો સાથે મેદાનમાં છે. ડાંગ જિલ્લામાં ઠેર ઠેર પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણની અનેક સમસ્યાઓ છે. આ તમામ સમસ્યાઓને વાચા આપનાર જ હવે ડાંગ જિલ્લા પર રાજ કરશે તેવું લાગી રહ્યું છે.

ડાંગ વિધાનસભાની બેઠક જીતવા ભાજપ કોંગ્રેસને છૂટી શકે છે પરસેવો, અન્ય બે પાર્ટી પણ મેદાનમાં


ડાંગ જિલ્લા BTP પાર્ટીના પ્રમુખ રાકેશ પવારે જણાવ્યું કે, જ્યાં કોંગ્રેસ અને ભાજપ રોડ, રસ્તાઓને વિકાસ સમજે છે ત્યાં ડાંગ જિલ્લાના આદિવાસી વર્ષોથી વિકાસ શોધી રહ્યા છે. અહીંના આદિવાસીઓ આજે પણ સ્થળાંતર કરીને બહારગામ મજૂરી કામે જવા મજબૂર છે. આદિવાસીઓના હક પૂર્ણ રીતે મળ્યા નથી. અહીં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને મજૂરોના પ્રશ્નો વર્ષો જૂના છે. BTP પાર્ટી અને BTS (ભીલીસ્થાન ટાઇગર સેના) સાથે લગભગ 10થી 15 હજાર લોકો જોડાયેલા છે. BTP પાર્ટી વઘઈ તાલુકાના ઝાવડા, ચિકાર, કોશિમદા, ક્લીબેલથી લઈ સુબિર તાલુકાના કડમાળ, શીંગાણા, મહાલ અને આહવામાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે. જ્યારે ડાંગ જિલ્લા AAPના પ્રમુખ મનીષ મારકણ જણાવે છે કે, તેમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, આરોગ્ય અને લોકોનો વિકાસ છે. 6 મહિનાથી સક્રિય થયેલી આ પાર્ટીમાં પણ મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે. યુવાનોને નેતૃત્વનો મોકો આપવા માટે AAP ડાંગ જિલ્લામાં વિધાનસભા, અને સ્થાનિક સ્વરાજ્યની દરેક સીટ ઉપર પોતાનો ઉમેદવાર રાખશે. ડાંગમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગત ત્રણ વિધાનસભામાં નજીવી સંખ્યાથી ભાજપ અને કોંગ્રેસની હાર-જીત થઈ હતી. ભાજપ અને કોંગ્રેસ પોતાના 50-50 મતનું બળ ધરાવે છે ત્યારે પ્રજાનો અવાજ બની રહેલી આ નવી પાર્ટીઓ પણ ભાજપ અને કોંગ્રેસને નુકસાન પહોંચાડશે.

ડાંગ વિધાનસભાની બેઠક જીતવા ભાજપ કોંગ્રેસને છૂટી શકે છે પરસેવો, અન્ય બે પાર્ટી પણ મેદાનમાં

ડાંગના પૂર્વ ધારાસભ્ય ડો. મંગળ ગાવિતે વિકાસ અને કોંગ્રેસમાં તિરાડ હોવાનું બહાનું કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હવે આ પૂર્વ ધારાસભ્ય હાલ ભાજપનો ખેસ ધારણ કર્યા વગર મોટી સંખ્યામાં પોતાના કોંગ્રેસી સમર્થકોને કેસરિયો ધારણ કરાવી રહ્યા છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ વિપક્ષી પાર્ટી તરફ વળી રહ્યા છે. ડાંગના પૂર્વ ધારાસભ્ય ડો. મંગળ ગાવિતના રાજીનામા બાદ કોંગ્રેસ પક્ષમાં મોટું ગાબડું પડ્યું છે, જેને ભરવા માટે કોંગ્રેસ અલગ અલગ રણનીતિ ઘડી રહી છે. ડો. ગાવિત બાદ હવે કોંગ્રેસ પાસે કોઈ સક્ષમ દાવેદાર રહ્યો નથી તેવું મનાઈ રહ્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓને પોતાના પક્ષમાં સામેલ કરીને જિલ્લામાં હાવ ઊભો કરી કોંગ્રેસનું મનોબળ તોડવાની કોશિશ કરી રહ્યું છે. ડાંગમાં પ્રથમ વાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. અહીં ભાજપને ફક્ત એક જ વાર જીત મળી છે. ભાજપ આ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે એ નક્કી છે એટલે જ ભાજપે ડાંગમાં વારંવાર મીટિંગો કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસ સક્રિય છે જ્યારે ભાજપ 25 વર્ષથી સક્રિચ છે. ડાંગ જિલ્લામાં સત્તા માટે આ બન્ને પાર્ટીઓ ચૂંટણી સમયે જનતાને માત્રને માત્ર ખોટી આશાઓ આપતી હોય છે તેવો જનતાનો આક્ષેપ છે. ચૂંટણી બાદ બંને પાર્ટીમાંથી એક પણ નેતા કે કાર્યકર્તા લોકોની સમસ્યા નિવારવા માટે ડાંગ જિલ્લામાં ફરકતું પણ નથી. ચૂંટણી આવે ત્યારે જ ડાંગની યાદ આવે છે. કોંગ્રેસ પોતાના ગઢને બચાવવા બનતા તમામ પ્રયત્નો કરશે તે જોવું રસપ્રદ રહેશે.

ABOUT THE AUTHOR

...view details