- ડૂબલીકેટ ચાવીનો ઉપયોગ કરી બાઇકની ચોરી કરી
- ઘટનાની જાણ પોલીસ ને થતા ગણતરીના કલાકોમાં ચોરને ઝડપયા
- સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
ડાંગનાં સાપુતારામાં બાઇક ચોરોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી - gujaratpolice
ગિરિમથક સાપુતારાનાં બોટીંગ નજીકથી બાઈકની ચોરી કરી ફરાર થયેલા બે તસ્કરોને સાપુતારા પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. બંન્ને તસ્કરોને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડાંગ : જિલ્લાનાં પ્રવાસન સ્થળ સાપુતારાનાં સર્પગંગા તળાવનાં બોટીંગ પાસે ગોવિંદભાઈ સોનીયાભાઈ ચૌધરી બાઈક પાર્કીંગ કરી કામ અર્થે ગયા હતા.તે દરમિયાન ગોવિંદભાઇનું બાઈક બે ઈસમો ડુબ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ફરાર થયા હતા.
ઘટનાની જાણ પોલીસ ને થતા ગણતરીના કલાકોમાં ચોર ઝડપાયા
બાઇક ચોરી ઘટનાં જાણ ગોવિંદભાઇ ને થતા તેઓએ તરત જ સાપુતારા પોલીસનો સંપર્ક કરતા સાપુતારા પોલીસની ટીમ હરકતમાં આવી હતી. બાઈક ચોરી નાસી છૂટેલા આ બન્ને ઈસમોમાં વિનોદ સુમીર યાદવ અને વસીમ સૈયદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.