ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક - Dang District Panchayat Leader of Opposition

ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 સીટમાંથી 17 સીટ ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી. ત્યારે જિલ્લા પંચાયતમાં સમિતિની રચના બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

ડાંગ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક
ડાંગ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક

By

Published : Apr 22, 2021, 8:53 PM IST

  • ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની નિમણૂંક
  • જિલ્લા પંચાયતના એકમાત્ર કોંગ્રેસ સદસ્યની વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક
  • કાલીબેલ સીટના કોંગ્રેસ ઉમેદવાર ગીતાબેન પટેલ બન્યાં વિરોધ પક્ષ નેતા

ડાંગઃ ગત મહિનાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી આવતાં જિલ્લામાં ભાજપ પક્ષ સત્તામાં છે. જિલ્લા પંચાયતમાં કુલ 18 સીટમાંથી ફક્ત 1 સીટ કોંગ્રેસને ફાળે ગઈ હતી. જે કાલીબેલ જિલ્લા પંચાયતની સીટના વિજેતા ઉમેદવાર ગીતાબેન પટેલને વિરોધ પક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે પત્ર લખી વિરોધ પક્ષના નેતા જાહેર કર્યા

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની નિમણૂક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે પત્ર લખી વિરોધ પક્ષના નેતા જાહેર કર્યા

કાલીબેલ જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસ પક્ષના વિજેતા ઉમેદવાર ગીતાબેન પટેલની ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્ર લખી ગીતાબેનને વિરોધ પક્ષના નેતા જાહેર કર્યા છે. તેઓએ વિરોધ પક્ષના નેતા તરીકે જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ડાંગ ધારાસભ્યનાં રાજીનામાંથી કોંગ્રસી કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ

ડાંગ જિલ્લો વર્ષોથી હતો કોંગ્રેસ પક્ષનો ગઢ

ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસ પક્ષનો ગઢ રહ્યો છે. અહીં ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સૌથી વધારે સમય કોંગ્રેસ પક્ષના સદસ્યો રહ્યા છે. પરંતુ ડાંગ કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાવીતના રાજીનામાં બાદ બાજી પલટી અને તમામ કોંગ્રેસના કદાવર નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. જેથી ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જે બાદ હવે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષમાં બહુમતી મેળવી શક્યો નથી. ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એકમાત્ર મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલ ચૂંટાઈ આવ્યાં હતા. જેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details