ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના શિક્ષક ઘટક સંઘ દ્વારા 4200ના ગ્રેડ પે બાબતે આવેદન - Bhupendrasinh Chudasama

ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સુબીર તાલૂકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા 4200ના ગ્રેડ પે બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને આવેદનપત્ર આપી નિરાકરણની માગણી કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના શિક્ષક ઘટક સંધ દ્વારા 4200ના ગ્રેડ પે બાબતે આવેદન
ડાંગ જિલ્લાના શિક્ષક ઘટક સંધ દ્વારા 4200ના ગ્રેડ પે બાબતે આવેદન

By

Published : Jul 11, 2020, 8:08 PM IST

ડાંગ: ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કેટલાક શિક્ષકો વર્ષ 2010 અને તે પછી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે તથા જેઓ ઉચ્ચ લાયકાત ધરાવે છે. ગુજરાત રાજ્યના ઊચ્ચ લાયકાત ધરાવતાં શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન અને 4200નો ગ્રેડ પે મળવો જોઈએ એની જગ્યાએ સરકારના નાણા વિભાગનાં વિવાદી નિર્ણયને કારણે 9 વર્ષની નોકરી પૂર્ણ કરી હોય એવા શિક્ષકને 4200ની જગ્યાએ 2800નો ગ્રેડ પે કરી દેવાયો છે.

સરકારના આકરા નિર્ણયના પગલે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છ. ,જેમાં અમુક શિક્ષકોને 4200 અને અમુક શિક્ષકોને 2800નો ગ્રેડ પે ચૂકવી સરકાર હાલમાં ભેદભાવની નીતિ ચલાવી રહી છે, જેથી સરકાર તમામ પ્રાથમિક શિક્ષકોને એકસરખો 4200નો ગ્રેડ પે ચૂકવે તે માટે ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.,આ 4200ના ગ્રેડ પે બાબતે સરકાર ધ્યાન ન આપે તો આવનાર દિવસોમાં ડાંગ જિલ્લાના ત્રણેય પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

ABOUT THE AUTHOR

...view details