ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા મર્ડર કેસના ત્રણેય આરપીઓને કોર્ટ કસ્ટડીમાં ધકેલાયા - ઉમરપાડા તાલુકા

રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં 7 નવેમ્બરે અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ થતા પરિવારજનોએ ગુનો નોંધાવ્યો હતો. ડાંગ પોલીસે રાજસ્થાનના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ માટે પોલીસે 30 નવેમ્બર સુધીના રિમાન્ડ માગ્યા હતા. જે બાદ આ આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં ધકેલાયા હતા.

સાપુતારા મર્ડર કેસના ત્રણેય આરપીઓને કોર્ટ કસ્ટડીમાં ધકેલાયા
સાપુતારા મર્ડર કેસના ત્રણેય આરપીઓને કોર્ટ કસ્ટડીમાં ધકેલાયા

By

Published : Nov 30, 2020, 10:47 PM IST

  • સાપુતારામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઉમરપાડા તાલુકાના ડ્રાઈવરનો મળ્યો હતો મૃતદેહ
  • ડ્રાઈવરના પરિવારજનોએ ગુનો દાખલ કરતા ડાંગ પોલીસે આરોપીઓને ઝબ્બે કર્યા હતા
  • બે યુવક સહિત એક મહિલા આરોપીઓ મર્ડર કેસમાં સંડોવાયેલા હતા
  • ત્રણે આરોપીઓ રાજસ્થાનના વતની હતા
  • આરોપીઓની પૂછપરછ માટે 30 નવેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા

ડાંગઃ રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં 7 નવેમ્બરે અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો હતો, જેની હત્યા કરીને સાપુતારા સનરાઈઝ પોઈન્ટ ઉપર ગળે દોરી બાંધી મૃતદેહને લટકાવી દઈ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આહવા પોલીસે આ મામલે તપાસ કરતા હત્યામાં સંડોવાયેલા એક મહિલા સહિત બે યુવકોની ધરપકડ કરી હતી.

ડાંગ પોલીસની સઘન તપાસ બાદ આ આરોપીઓ ઝબ્બે થયા હતા
આ કેસમાં ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લૂંટના ઈરાદે ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હોવાની શંકાના આધારે 2 નાયબ પોલીસ અધિક્ષક અને એક લોકલ ક્રાઈમબ્રાન્ચના અધિકારી મળી કુલ ત્રણ ટીમ બનાવી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ મૃતકની ઓળખ કરી જેમાં મૃતક લક્ષ્મણ વસાવા સુરતના ઉમરપાડા તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દીકરાની ગુમ થયાની નોંધાવેલી ફરિયાદના આધારે અધિકારીને કડી મળી હતી.

આ હત્યા મામલે વધુ તપાસ હાથ ધરવા પોલીસે આરોપીઓને રિમાન્ડમાં લીધા હતા
સાપુતારા પોલીસે સનરાઈસ પોઈન્ટ ઉપરના કેટલાક સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કોલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ કરતા ઘટનામાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના જુદા જુદા સ્થળોએ રહેતા એક મહિલા સહિત બે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આહવા પોલીસે રાજસ્થાન પોલીસને સાથે રાખી તમામ આરોપીઓમાં દશરથ ,મહિમાલ અને મીનાક્ષીની અટક કરી પૂછપરછ કરતા આરોપીઓએ સાપુતારા ખાતે લક્ષ્મણ વસાવાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસને 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા, જે બાદ હવે આ આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં ધકેલી દેવાની માહીતી સાંપડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details