ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગનાં વઘઇ ખાતે મશરૂમ ઉછેર ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - DANG NEWS

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વઘઇ ખાતે મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ઝે.પી.પટેલનાં માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મશરૂમ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

National Agricultural Development Plan
ડાંગનાં વઘઇ ખાતે મશરૂમ ઉછેર ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

By

Published : Dec 14, 2020, 7:07 PM IST

  • વઘઇ ખાતે મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન
  • મશરૂમ ખેતી અંગે ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
  • યુનિવર્સિટીનાં કુલપતિએ મશરૂમની ખેતીનાં ફાયદા વર્ણવ્યા

ડાંગ : નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વઘઇ ખાતે મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ઝે.પી.પટેલનાં માર્ગદર્શન હેઠળ ડાંગનાં ખેડૂતો મશરૂમની ખેતી કરી બમણી આવક પ્રાપ્ત કરે તે માટે ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે નિમણૂક પામેલ ઝીણાભાઇ પટેલની ઉપસ્થિતમાં મશરૂમ ઉછેર ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં, વઘઇ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ કાર્યરત મશરૂમ અંગેનાં પ્રોજેકટ વિશે જણાવી ડાંગ જિલ્લામાં મશરૂમ ઉછેરની શકયતાઓ અને ડાંગમાં થતાં મશરૂમ વિશે જાણકારી આપવામાં આવી હતી.

ડાંગનાં વઘઇ ખાતે મશરૂમ ઉછેર ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિનો ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
ડૉ. ઝીણાભાઇ પટેલ દ્વારા મશરૂમ ખેતી અંગે ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે મશરૂમની ખેતીનાં ફાયદાઓ વર્ણવ્યા હતાં. પારંપરિક ખેતી સિવાય મશરૂમની ખેતી કરીને ખેડૂતો પોતાની આવક બમણી કરી શકે છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન કૃષિ મહાવિદ્યાલય વઘઇ દ્વારા તૈયાર કરેલ મશરૂમ ઉછેર પરની સુંદર પુસ્તિકા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ દ્વારા તૈયાર થયેલ 6 ખેડૂત ઉપયોગી ફોલ્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કુલપતિ દ્વારા કૃષિ મહા વિધાલય વઘઇ ખાતે લેંગ્વેજ લેબ, મ્યુઝિયમ અને ટિસ્યૂ કલ્ચર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

ડાંગનાં વઘઇ ખાતે મશરૂમ ઉછેર ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details