ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી અંગે બેઠક યોજાઇ - ડાંગ જિલ્લા સમિતિ

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Dang
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી અંગે બેઠક યોજાઇ

By

Published : Sep 10, 2020, 9:12 AM IST

ડાંગ : જિલ્લામાં આવનાર દિવસોમાં 173 વિધાનસભાની ખાલી પડેલ બેઠક માટે આવનાર દિવસોમાં પેટાચૂંટણી યોજાનાર છે. જેને લઈને બીજેપી અને કોંગ્રેસ દ્વારા અવારનવાર બેઠકો યોજાઈ રહી છે. જે અંતર્ગત જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં સ્થાનિક નેતાઓ સહિત મોટી સંખ્યામાં દૂર-દૂરથી આવેલ આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલ આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસીઓનાં હકો વિશેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં 173 વિધાનસભાની બેઠક ખાલી પડેલ છે. જેની માટે પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતનાં ઉંચા ગજાના નેતાઓએ સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પેટાચૂંટણી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભેમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી.

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લા સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે, વર્તમાન સરકારની નીતિથી સૌ કોઈ પરેશાન છે. આદિવાસીઓનાં જંગલ જમીન મેળવવાના પ્રશ્નો જેનો ભાજપ સરકાર કોઈ ઉકેલ લાવતી નથી. શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણીનાં પ્રશ્નો, લોકોની સ્થાનિક સમસ્યાઓને લઈ જનતા ત્રાહિમામ છે. આ સરકાર અભયારણ્યનાં નામે આદિવાસીઓના જંગલ પચાવી રહી છે. તેમજ પૈસા એક્ટને લાગુ કરવામાં આવતો નથી.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે, કોરોના મહામારીમાં સરકાર પોતાની નિષફળતાઓને રોકવા વિદેશી વાઇરસને નોતરૂ આપી રહી છે. જે હવે ગામે ગામ ફેલાઈ ગયો છે. જેથી આ વાઇરસથી બચવા માટે કમળછાપ કાર્યકર્તાઓથી દૂર રહેવા જણાવ્યું હતુ. ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે, ભાજપ સરકાર આદીવાસીઓનો 73AA નો કાયદો નબળો પાડી રહી છે. આ સાથે જ જમીન અધિગ્રહણ કાયદા હેઠળ બિન આદિવાસી ખેડૂતોને જમીન આપવાનું કૌભાંડો કરી રહી છે.

જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કારોબારી અધ્યક્ષ યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભારતનાં મૂળ નિવાસી આદિવાસીઓ છે. કોંગ્રેસે આદિવાસીઓને હકો આપ્યા છે. કોંગ્રેસે જ ગુજરાતનાં પ્રથમ આદિવાસી મુખ્યપ્રધાન બનાવ્યા હતા. ભાજપ સરકાર આદિવાસીઓને ભ્રમિત કરી રહી છે. ધર્મના નામે આદિવાસીને તોડી રહી છે. રામ મંદિર અને રામ સાથે ભાજપ ક્યારેય શબરીનો ફોટો કે, તેની વાત કરશે નહી. જેને લઈને ભાજપા ફક્ત આદિવાસીઓની ભાવનાઓ સાથે રમત રમી રહ્યાં છે. સાચા અર્થમાં આદિવાસીઓના હકો અને જમીન આપવા એ સરકારની ફરજ છે. આ કારોબારી બેઠકમાં વાંસદાનાં ધારાસભ્ય અંનત પટેલ,માંડવીનાં ધારાસભ્ય આનંદ ચૌધરી,માજી પ્રધાન તુષાર ચૌધરી, માજી સાંસદ કિશનભાઈ પટેલ, કોંગ્રેસ પ્રભારી અજયભાઈ ગામીત, તથા ડાંગ કોંગ્રેસ સમિતિનાં આગેવાનોમાં ચંદરભાઈ ગાવીત, મોતીલાલ ચૌધરી, હરીશભાઈ બચ્છાવ, સ્નેહલ ઠાકરે, બબલુ ઉર્ફ તરબેઝ અહેમદ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details