ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ: જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. ડામોરની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતા જ ડાંગ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને કેટલાક દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.

Dang news
Dang news

By

Published : Oct 1, 2020, 7:25 PM IST

ડાંગ: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતા જ ડાંગ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને કેટલાક દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં યોજનાકીય પ્રચાર પ્રસાર સહિત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ સહિત વિકાસ કામોની સમીક્ષા બેઠકો સહિતની કામગીરી બંધ રાખવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

.ડાંગ જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા વિવિધ વિભાગો/સમિતિઓના નોડલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારી ડામોરે માર્ગદર્શન આપ્યુુ હતું. જેમાં ડાંગ જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ થતી કામગીરી બાબતે વિગતો આપી હતી. સાથે જ ચૂંટણી કામગીરી માટે ઓબ્ઝર્વરની નિમણૂક સહિત, ચૂંટણીલક્ષી કામગીરી સાથે સાંપ્રત કોવિડ-૧૯ ની સ્થિતિને ધ્યાને લઈને ખૂબ જ ચોકસાઈ સાથે દરેક વિભાગ તેની કામગીરી હાથ ધરે તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.

પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી નિયત સમય મર્યાદામાં દૂર કરવાની સૂચના આપી હતી. સરકારી માલ, મિલકતનો પ્રચાર- પ્રસાર હેતુ ઉપયોગ ન થાય તેની તકેદારી દાખવવાની પણ સૂચના આપી હતી. નોડલ અધિકારીઓને તેમના હસ્તકમાં ઉપલબ્ધ મેનપાવર અને સાધન, સુવિધાઓનો સમુચિત ઉપયોગ કરીને તેમની કામગીરી નિર્વિઘ્ને પાર પડવાની પણ હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લા સેવા સદનના સભાખંડમા યોજાયેલી અગત્યની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, નાયબ પોલીસ અધિકારીશ્રી, અધિક કલેકટર શ્રી કે.જી.ભગોરા અને આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, સહિતના વરિષ્ઠ અધિકારીઓ કે જેઓ ચૂંટણી સંબંધિત વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આ ચર્ચામાં ભાગીદાર બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details