ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા હોટેલમાં દિલ્હીની યુવતીએ ગળે ફાંસો ખાધો - સાપુતારાના સમાચાર

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યૂ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીનો કાંચનાં એંગલ જોડે દુપટા વડે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. સમગ્ર ઘટના અંગે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાપુતારા હોટેલમાં દિલ્હીની યુવતીએ ગળે ફાંસો ખાધો
સાપુતારા હોટેલમાં દિલ્હીની યુવતીએ ગળે ફાંસો ખાધો

By

Published : Apr 24, 2021, 10:23 PM IST

  • સાપુતારાના લેક્વ્યૂ હોટેલમાં દિલ્હીની યુવતીનો મૃતદેહ મળ્યો
  • હોટેલમાં યુવતીએ ગળે ફાંસો ખાધો
  • સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ડાંગ: જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યૂ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીની કાંચનાં એંગલ સાથે દુપટા વડે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો:જામનગરમાં યુવકના છૂટાછેડા થતા ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

રાજકોટનાં યુવાન સાથે દિલ્હીની યુવતી સાપુતારા ફરવા આવી હતી

વૈશ્વિક કોરોનાની મહામારીમાં હાલમાં એકલ દોકલ પ્રવાસીઓ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવી જાય છે. 22 એપ્રિલે દિલ્હીની યુવતી અને રાજકોટનો પ્રેમી સાપુતારા ખાતે ફરવા આવ્યા હતા. જ્યારે 23મી એપ્રિલે રાત્રે યુવતીએ બાથરૂમમાં પોતાના દુપટ્ટા સાથે ગળે ફાંસો ખાઇ લીધો હતો. પ્રેમીને જ્યારે યુવતીની આત્મહત્યાની જાણ થઇ ત્યારે તેણે હોટલમાં આ અંગે જાણ કરી અને હોટલ સ્ટાફે પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જો કે યુવતીએ શા કારણે આ પગલું ભર્યું હતું તે હજી જાણી શકાયું નથી પણ પોલીસ રાજકોટનાં યુવાનની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો:સુરતની ખાનગી હોસ્પિટલના તબીબે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

ABOUT THE AUTHOR

...view details