- કોશીમદા ગામે કોવિડ-19ને અનુલક્ષીને નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો
- આ કેમ્પમાં આહવા સિવિલ હોસ્પિટલના ડોકટર હાજર રહ્યાં હતા
- કેમ્પમાં કોરોના વાઇરસથી બચવા અંગેના સલાહ સૂચનો કરવામાં આવ્યાં હતા
ડાંગ જિલ્લાના કોશીમદા ગામે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો - વનવિભાગ
ડાંગ જિલ્લાના ઉત્તર વનવિભાગમાં સમાવિષ્ટ ભેંસકાતરી રેંજ વિભાગના નેજા હેઠળ કોશીમદા ગામે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આહવા સિવિલ હોસ્પિટલના ડોકટર હાજર રહ્યાં હતા
ડાંગઃ જિલ્લાના ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.અગ્નિશ્વર વ્યાસના માર્ગદર્શન હેઠળ ભેંસકાતરી રેંજનાં કાર્યક્ષેત્રમાં લાગુ કોશીમદા ગામે પ્રાથમિક શાળાનાં પ્રાંગણમાં કોવિડ-19ને અનુલક્ષીને નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો. આ નિઃશુલ્ક મેડીકલ કેમ્પમાં ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ.ડી.ટી.કોંકણીએ અહમ ભૂમિકા અદા કરી હતી.
કોવિડ -19ને અનુલક્ષીને યોજાયેલા કેમ્પમાં આહવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર હાજર રહ્યા
આ મેડીકલ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ આહવાના નિષ્ણાત ડૉકટરોમાં ડૉ રાકેશભાઈ-સર્જન, ડૉ રીતેશભાઈ- આર.એમ.ઓ., ડૉ દિલીપભાઈ- બાળરોગનાં નિષ્ણાંત, ડૉ સતીષ ભોયે મેડીકલ ઓફીસર, ડૉ જ્યોતિ-મેડીકલ ઓફિસર કાલીબેલનાઓ દ્વારા મેડીકલ કેમ્પમાં હાજર કુલ 111 પુરુષો,77 સ્ત્રીઓ,તથા 34 બાળકો મળી કુલ 222 જેટલા લાભાર્થીઓની નિઃશુલ્ક પણે તપાસણી કરી તેઓને દવાઓનું વિતરણ કર્યુ હતુ.
કોવિડ -19 વાઇરસથી બચવા માટે સલાહ સૂચનો કરવામાં આવ્યા
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કોશીમદા ખાતે યોજાયેલ નિઃશુલ્ક મેડીકલ કેમ્પમાં હાજર ડૉકટરોની ટીમ સહીત આર.એફ.ઓ ડી.ટી.કોંકણીએ ઉપસ્થિત લોકોને સૂચનો કરતા જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવું, ફરજીયાત માસ્ક પહેરવુ સાથે વારંવાર સાબુથી હાથ ધોવા અને શરદી,ખાંસી તેમજ તાવનાં લક્ષણો જણાય તો નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલ આહવા ખાતે તુરંત જઈ સારવાર મેળવવી.
કોશિમદા ખાતે યોજાયેલ નિઃશુલ્ક મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક ડૉકટરોની ટીમ તથા વનકર્મીઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.