- આહવાની સરકારી માધ્યમિક શાળામાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
- ધોરણ 10-12ના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
- વ્યારાની મા કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન
ડાંગ: જિલ્લાની સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તાપી જિલ્લાનાં વ્યારાની મા કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે, પદ્ધતિસર સખત મહેનત કરીને બોર્ડમાં ઊંચી ટકાવારી કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સાથે સાથે વિદ્યાર્થીઓને સો ટકા મહેનત અને સો ટકા પરિણામ માટે શું કરી શકાય તેમજ બોર્ડની પરીક્ષામાં દરેક પ્રકરણનું પ્લાનિંગ કઈ રીતે બનાવવું અને પેપર લખવાની પ્રેક્ટિસ કઈ રીતે કરવી તે અંગે સુલભ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો:મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ફેસબુકના માધ્યમથી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે