ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સોમવારે કોરોનાના 8 નવા દર્દીઓ નોંધાયા

ડાંગ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. જેની સામે 6 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામા આવી છે. આ સાથે જ જિલ્લામાં કુલ 328 કેસ નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 274 દર્દીઓને રજા આપવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં સોમવારે કોરોનાના 8 નવા દર્દીઓ નોંધાયા
ડાંગ જિલ્લામાં સોમવારે કોરોનાના 8 નવા દર્દીઓ નોંધાયા

By

Published : Apr 19, 2021, 10:04 PM IST

  • ડાંગ જિલ્લામાં નવા 8 કેસ પોઝિટિવ
  • 6 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈટ
  • જિલ્લામાં 54 કેસ એક્ટિવ

ડાંગઃ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. જેની સામે 6 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામા આવી છે. ડાંગમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 328 કેસ નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 274 દર્દીઓને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ડાંગમાં 30 એપ્રિલ સુધી કોવિડ-19 માર્ગદર્શિકાના પાલન માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

સોમવારે કુલ 230 સેમ્પલો કલેક્ટ કરાયા

જ્યારે હાલ 54 એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 973 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન્ટ કરાયા છે. જ્યારે 7672 વ્યક્તિઓના હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ થયા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે સોમવારે જિલ્લાભરમાંથી 182 RT- PCR અને 48 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 230 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 182 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. આજે સોમવારે નોંધાયેલા 8 પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો આહવાની ગાંધી કોલોની ખાતે 32 વર્ષિય યુવતિ, રાણી ફળિયા ખાતે 55 વર્ષિય પુરુષ અને ડુંગરી ફળિયા ખાતે 54 વર્ષિય પુરુષ સહિત વધઇ ખાતે 27 વર્ષિય યુવતિ, 36 વર્ષિય યુવક અને 54 વર્ષિય પુરુષ, સુબિર ખાતે 55 વર્ષિય પુરુષ, ખાંભલા ખાતે 70 વર્ષિય આધેડનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details