- ડાંગ જિલ્લામાં કોરોનાનો ઉછાળો, 71 એક્ટિવ કેસ
- શનિવારે જિલ્લામાં 21 પોઝિટિવ કેસો નોંધાયા
- જિલ્લામાં 1 મુત્યુ, કુલ મુત્યુ આંક 16
ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ડાંગ જિલ્લામાં રોજે-રોજ વિસ્ફોટક સ્થિતિમાં કોરોનાનાં કેસ અને મૃત્યુદર આગળ ધપી રહ્યો છે. ડાંગ જિલ્લા રોગચાળા નિયત્રંણ અધિકારી ડો. ડી.સી ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ એક સાથે 21 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક વૃદ્ધનું કોરોનાનાં પગલે મોત થયું છે.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ
જિલ્લામાં 21 પોઝિટિવ કેસો નોંધાયા
ડાંગ જિલ્લામાં આજરોજ વઘઇનો 28 વર્ષીય યુવક, વાનરચોંડની 18 વર્ષીય યુવતી, વઘઇનો 46 વર્ષીય પુરુષ, વઘઇની 65 વર્ષીય વૃદ્ધા, વઘઇનો 53 વર્ષીય પુરુષ, વઘઇની 60 વર્ષીય વૃદ્ધા, વઘઇની 72 વર્ષીય વૃદ્ધા,વઘઇનો 78 વર્ષીય વૃદ્ધ, વઘઇનો 51 વર્ષીય પુરુષ, સુબિરનો 56 વર્ષીય પુરુષ, ટેકપાડાની 36 વર્ષીય મહિલા, કાલીબેલનો 41 વર્ષીય પુરૂષ, માછળીની 28 વર્ષીય યુવતી, આહવાની 36 વર્ષીય મહિલા, કાલીબેલની 28 વર્ષીય યુવતી, ખોખરીની 24 વર્ષીય યુવતી, આહવાની 30 વર્ષીય યુવતી, સોડમાળની 42 વર્ષીય મહિલા, ભવાનડગડનો 19 વર્ષીય યુવક, સોડમાળની 35 વર્ષીય મહિલા અને સરવરની 77 વર્ષીય વૃદ્ધાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી.