ગુજરાત

gujarat

ETV Bharat / state

નાસિકથી દારૂનો જથ્થો લઈને ગુજરાતમાં પ્રવેશતા 2 ઝડપાયા - Dang News

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે સાપુતારા ચેક પોસ્ટ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સહિત બે લોકોની ધરપકડ કરીને કુલ 8,74,940 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

નાસિકથી દારૂનો જથ્થો લઈને ગુજરાતમાં પ્રવેશતા 2 ઝડપાયા
નાસિકથી દારૂનો જથ્થો લઈને ગુજરાતમાં પ્રવેશતા 2 ઝડપાયા

By

Published : Apr 6, 2021, 7:49 PM IST

  • સાપુતારા પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલી કાર પકડી
  • કુલ 8,74,940 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
  • મુદ્દામાલ જપ્ત કરીને 2ની ધરપકડ કરાઈ, એકને વોન્ટેડ જાહેર કરાયો

ડાંગ: સાપુતારા પોલીસ મથકના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની કારમાં બે લોકો નાસિકથી દારૂ ભરીને સાપુતારા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે સાપુતારા પોલીસની ટીમે કારને સાપુતારા ચેક પોસ્ટ પર રોકીને ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, ટી.યુ.વી કાર તથા 3 મોબાઇલ મળીને કુલ 8,74,940 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસે 2 ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી

પકડાયેલા બે શખ્સોમાં અનિલકુમાર વેદરામ સિંઘ અને ધર્મેંદ્રકુમાર રાધેશ્યામ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. પોલીસે આ બન્નેની ધરપકડ કરીને દારૂનો જથ્થો આપનારા ત્રીજા શખ્સને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મહારાષ્ટ્રમાંથી નવી નવી તરકીબો અપનાવીને
દારૂની હેરાફેરી કરનારા આ બન્ને શખ્સો તથા મદદગાર ત્રીજા વોન્ટેડ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details