- ડાંગ જિલ્લામાં નવા 19 કેસ નોંધાયા, કુલ કેસ 459
- જિલ્લામાં અત્યાર સુધી 343 દર્દીઓ સાજા થયા, બુધવારે વધુ 12ને રજા અપાઈ
- કોરોનાનાં કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા
ડાંગઃ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં રોગચાળા નીયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીતનાં જણાવ્યાં અનુસાર આજે બુધવારે જિલ્લામાં કુલ 19 કોરોનાના કેસ નોંધાયા છે. ડાંગ જિલ્લામાં ગાઢવીની 27 વર્ષીય યુવતી, પીપલ્યામાળની 22 વર્ષીય યુવતી, ગાઢવીનો 55 વર્ષીય પુરૂષ અને 33 વર્ષીય મહિલા, જામલાપાડાની 60 વર્ષીય વૃધ્ધા અને 37 વર્ષીય પુરૂષ, વાંઝટઆંબાનો 55 વર્ષીય પુરૂષ, સરવરનો 70 વર્ષીય વૃધ્ધ, વાસુર્ણાનો 27 વર્ષીય યુવક, ઝાવડાની 19 વર્ષીય યુવતી અને 64 વર્ષીય પુરૂષ, વાસુર્ણાનો 61 વર્ષીય વૃધ્ધ, વઘઇનો 42 વર્ષીય 37 વર્ષીય 36 વર્ષીય અને 34 વર્ષીય પુરૂષોના તથા 37 વર્ષીય 28 વર્ષીય મહિલા તેમજ ગાઢવીનાં 22 વર્ષીય યુવાનનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત
જિલ્લામાં આજે બુધવારે 343 સેમ્પલ કલેક્ટ કરાયાં