લોકસભાની ચૂંટણીનું મતદાન આગામી દિવસોમાં યોજાવવાનું છે. જેના ભાગરૂપે 26-વલસાડ (અ.જ.જા.) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ, 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાન વિભાગમાં નોંધાયેલા 87,379 પુરૂષ મતદારો, 86,667 સ્ત્રી મતદારો, તથા 2 અન્ય મતદારો મળી જિલ્લામાં કુલ 1,74,067 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 335 મતદાન મથકો ઉપર આ મતદારો મતદાન થશે.
ડાંગના 311 ગામોમાં 335 મતદાન મથક, 1,74,067 મતદારો કરશે મતદાન - valsad
ડાંગ: આગામી 23મી એપ્રિલના મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણી-2019ના ત્રીજા ચરણનું મતદાન થવા જઇ રહ્યું છે. તે સાથે ગુજરાતની તમામ 26 બેઠકો માટે પણ મતદાન યોજાશે.
જિલ્લામાં નોંધાયેલા મતદારો પૈકી 1,74,040 એટલે કે કુલ મતદારોના 99.99 ટકા મતદારોને ફોટા સાથેના મતદાર ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે. જયારે 27 મતદારો એટલે કે 0.01 ટકા મતદારોને મતદાર ઓળખકાર્ડ યેન કેન પ્રકારે આપી શકાયા નથી. તેઓ ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય માન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે મતદાન કરી શકે તેવી સૂચનાઓ પણ ચૂંટણી પ્રશાસને જારી કરી છે.
ડાંગ જિલ્લામાં 1 થી 500 મતદારો ધરાવતા 171 મતદાન મથકો આવેલા છે. જ્યારે 501 થી 1000 મતદારો ધરાવતા 154, અને 1001 થી 1200 મતદારોની સંખ્યા ધરાવતા 10 મતદાન મથકો મળી કુલ 335 મતદાન મથકો કાર્યરત કરાયા છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં 1200 થી વધુ મતદારો ધરાવતુ એક પણ મતદાન મથક નથી.