- જિલ્લામાં સોમવારે 16 પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ કેસ 418 જેમાંથી એક્ટિવ કેસ 89
- 1 વ્યક્તિનું કોરોનાથી મોત, 4 દર્દીઓને રજા અપાઈ
ડાંગઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લા રોગચાળા નીયંત્રણ અધિકારી ડૉ. ડી.સી ગામીતનાં જણાવ્યાં અનુસાર આજે સોમવારે ડાંગ જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.
ક્યા વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા
નવા આવેલા કેસમાં જામલાપાડાનો 39 વર્ષીય પુરૂષ, ગાઢવીનો 20 વર્ષીય યુવાન, ગાઢવીનો 54 વર્ષીય પુરૂષ, હનવતચોંડનો 4 વર્ષીય બાળક, હનવતચોંડનો 60 વર્ષીય વૃદ્ધ અને વૃદ્ધા, ઝાવડાની 17 વર્ષીય યુવતી, વાંઝટઆંબાનો 27 વર્ષીય યુવક, જામલાપાડાનો 29 વર્ષીય યુવક, કુડકસનો 38 વર્ષીય પુરૂષ, વઘઇનો 22 વર્ષીય યુવાન, સેન્દ્રીઆંબાનો 33 વર્ષીય યુવાન, નાંદનપેડાની 38 વર્ષીય મહિલા, આહવાનો 31 વર્ષીય યુવાન, વિહીરઆંબાનો 29 વર્ષીય યુવાનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.