- ડાંગ જિલ્લામાં 21 એપ્રિલે 12 નવા કેસ નોંધાયા
- 17 દર્દીઓ સાજા થતાં આપી રજા
- એક્ટિવ કેસ 50, કુલ કેસો-346
- 14 દર્દીઓના કોરોનાનાં કારણે મોત નોંધાયા
ડાંગ:જિલ્લાના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામાં કુલ-346 કેસો નોંધાઇ ચૂક્યા છે. જે પૈકી 296 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે 21 એપ્રિલે 50 કેસો એક્ટિવ છે.
આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં કોરોનાંનાં કારણે 3 વ્યક્તિઓનાં મોત
14 દર્દીઓ આહવા કોવિડ હોસ્પિટલમાં દાખલ
એક્ટિવ કેસો પૈકી 14 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 2 દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ), અને 34 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 1,023 વ્યક્તિઓને હોમ ક્વોરેઈન્ટાઈન કરાયા છે. જ્યારે 7,632 વ્યક્તિઓના હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ થયા છે.
જિલ્લામાં 21 એપ્રિલે કુલ 286 સેમ્પલ કલેક્ટ કરાયા
જિલ્લામાં આજની તારીખે કુલ 58 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 196 ઘરોને આવરી લઈ 804 વ્યક્તિઓને ક્વોરેઈન્ટાઈન કરાયા છે. જ્યારે 58 બફર ઝોન (એક્ટિવ)માં 381 ઘરોને સાંકળી લઈ 1,577 લોકોને ક્વોરેઈન્ટાઈન કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 174 RT-PCR અને 112 એન્ટિજન ટેસ્ટ મળી કુલ 286 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 174 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ રહ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસો વધતા સુરત પાલિકા પણ એલર્ટ
જિલ્લામાં 21 એપ્રિલે 12 પોઝિટિવ કેસો સામે આવ્યા
આજે નોંધાયેલા 12 પોઝિટિવ કેસોની વિગતો જોઈએ તો, આહવા મેઈન રોડ ઉપર એક 55 અને એક 56 વર્ષીય પુરુષ, વઘઇ ખાતે 24 અને 28 વર્ષીય યુવક, દોડીપાડા ગામે 18 વર્ષીય યુવતી, ડુંગરડા ગામે 45 વર્ષીય યુવક, આમસરપાડા ગામે 27 વર્ષીય યુવક, જામલાપાડા ગામે 46 વર્ષીય યુવક, કસાડબારી ગામે 55 વર્ષીય પુરુષ, શામગહાન ગામે 26 વર્ષીય યુવતી, બરડપાણી ગામે 51 વર્ષીય પુરુષ, અને ગલકુંડ ગામે 52 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.