દમણ નગરપાલિકાએ ગટરની લાઈનો એક સાથે જોડી દેતા ગંદકી ફેલાઈ, સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો
દમણ: દમણમાં વરસાદી પાણીની લાઈન સાથે હોટલ માલિકોએ અને રહેણાંક વિસ્તારના લોકોએ પોતાના શૌચાલયો અને કિચનની લાઈન જોઈન્ટ કરી દીધી હતી. જેના લીધે ફેલાયેલી ગંદકીને દૂર કરવા નગરપાલિકાએ વરસાદી પાણી સાથે જોડાયેલી બધી લાઈનો બંધ કરી દીધી હતી. આથી રહેવાસીઓને મુશ્કેલી પડતા તેઓ દમણ નગરપાલિકા ખાતે મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
દમણમાં નગરપાલિકામાં ગટર લાઇનના મુદ્દે મહિલાઓએ ઠાલવ્યો પોતાનો આક્રોશ
દમણની વરસાદી પાણીની લાઈનમાં ગંદકી ફેલાવવા બદલ દમણ નગરપાલિકાએ હોટલો સહીત અનેક કાંઠા વિસ્તારના ઘરોને પણ સપાટામાં લીધા હતા. દમણ દરિયા કાંઠા નજીક માછીવાડ વિસ્તારના કેટલાક ઘર માલિકોએ પણ હોટેલોની જેમ પોતાના કિચન અને શૌચાલયોના ગંદા પાણીની લાઈન પાલિકાની સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઈન સાથે જોડી દીધી હતી.