દમણ વાપીના ભડકમોરા વિસ્તારમાં (Bhadkamora area of Vapi) એક સલૂન માલિકે યુવકના માથાના વાળ કાતરથી કાપવાને બદલે આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવા જતા યુવક દાઝી ગયો હતો. જેને વલસાડ સિવિલ (Valsad Civil Hospital) અને ત્યારબાદ સુરત ખાતે સારવાર માટે ખસેડવો પડ્યો છે. વાપીમાં નવા વર્ષના સ્ટાઈલિશ વાળ કપાવવાના મોહમાં (Craze of a New Year Stylist Haircut) એક યુવક દાઝી જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો છે. ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં હેર સલૂન વાળો યુવકના માથામા ક્રીમ લગાવી તેના મોઢાને કપડાથી ઢાંકી માથાના વાળમાં આગ લગાડે છે. જેનો અચાનક ભડકો થતા યુવક ગભરાઈ જઈ ખુરશી પરથી ઉભો થઇ બહાર દોડી જાય છે. જેના માથા પર પાણી છાંટવાનું કહેતા અન્ય લોકોના અવાજ સંભળાય છે.
આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવાનો અખતરોજોકે આ વાયરલ વીડિઓ વાપી ના આરીફ શાહ નામના યુવકનો હોવાનું અને તે વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ બંટી નામના હજામની દુકાનમાં વાળ કાપવા ગયો હતો ત્યારે બન્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ઘટનામાં વધુ મળતી વિગતો મુજબ હેર સલૂનના માલિક બંટીએ આરીફને ખુરશી પર બેસાડી તેમના મોઢાને કપડાથી ઢાંકી આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપી આપવાનો અખતરો કર્યો હતો.