ગુજરાત

gujarat

ETV Bharat / state

Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ - Daman Weather

અસહ્ય ઉકળાટ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો, ખેડૂતોમાં કેરી અને શાકભાજીના પાકની નુક્સાનીની ભીતિ સેવાઈ છે.

Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ

By

Published : Mar 12, 2023, 12:46 PM IST

Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ

દમણ:સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સોમવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દમણ ઉપરાંત વલસાડ જિલ્લાના વાપી સહિતના તમામ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. માર્ચ મહિનાની 5 અને 6 તારીખે કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃUnseasonal rain: રાષ્ટ્રવ્યાપી ત્રીજા માવઠાની કરી રાખો તૈયારી, માર્ચના ત્રીજા સપ્તાહમાં કમોસમી વરસાદ થવાની શક્યતા

હવામાન બદલાયુંઃ સોમવારે 6ઠ્ઠી માર્ચે ખરી સાબિત થઈ હતી. સોમવારે વહેલી સવારથી જ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ આ વિસ્તારમાં અસહ્ય ઉકળાટ વર્તાતો હતો. જે બાદ બપોરે 1 વાગ્યા આસપાસ અચાનક આકાશમાં ગડગડાટ શરૂ થયો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતાં.

Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ

જનજીવનને અસરઃ પવનની ગતિ તેજ બની હતી. અને જોતજોતામાં જ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભર ઉનાળે વાતાવરણમાં આવેલા પલટા સાથે આકાશમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવો શરૂ થયો હતો.વરસાદ સાથે ભારે પવન હોય લોકોમાં ગભરાટ ઉત્પન્ન થયો હતો. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. માર્ગો પર લોકો ભીંજાતા જતા જોવા મળ્યા હતાં.

આ પણ વાંચોઃહાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ લેવાયો મોટો નિર્ણય

પાક બગડવાની ભીતિઃ ઘરના છાપરાઓ પરથી ઉનાળામાં નેવા શરૂ થયા હતાં. રસ્તાઓ પર પણ પાણીની ધાર વહી હતી. અસહ્ય બફારા બાદ વરસેલા વરસાદમાં લોકોએ ઠંડકનો એહસાસ કર્યો હતો. તો, હાલ આંબા વાડીઓમાં કેરી બેસેલી હોય તેમજ કેટલાક ખેડૂતોએ ઉનાળુ પાક-શાકભાજીનું વાવેતર કર્યું હોય તે બગડી જવાની ભીતિ સેવી હતી. અંદાજિત દોઢેક કલાક સુધી ધીમીધારે કે ધોધમાર વરસેલા વરસાદમાં લોકો પોતાના ઘરોમાં ભરાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં આવેલા પલટા બાદ વલસાડ જિલ્લાના વાપી, કપરાડા, ધરમપુર, વલસાડ, પારડી, ઉમરગામ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કમોસમી વરસાદ વરસતા વેપારીઓ, ખેડૂતોના માલનું કેટલુંક નુકસાન થયું છે. જેનો અંદાજ વહીવટીતંત્ર આવતા એકાદ બે દિવસમાં કાઢશે.

ABOUT THE AUTHOR

...view details