વાપીમાં વાપી રેલવે સ્ટેશન ખાતે શાળાનાં બાળકો અને NCC કેડેટ્સ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન પર વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનાં 100 NCC કેડેટ્સ દ્વારા બેન્ડની ધૂન સાથે પ્લેટ ફોર્મ પર માર્ચપાસ્ટ યોજવામાં આવી હતી. વાપી રેલવે સ્ટેશનનાં સ્ટેશન મેનેજર, ડેપ્યુટી સ્ટેશન મેનેજર, રેલવે પોલીસ સાથે યોજાયેલ આ માર્ચપાસ્ટ સાથે વિદ્યાર્થીઓએ પ્લેટફોર્મ પર સ્વચ્છતા જાળવવાનો સંદેશ મુસાફરોને આપ્યો હતો અને ગાંધીજીની સ્વચ્છ ભારતની કલ્પનાને સાકાર કરવા જ્યાં ત્યાં ગંદકી નહીં કરવા અનુરોધ કર્યો હતો.
ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે વાપીનાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે આપ્યો સ્વચ્છતાનો સંદેશ
વાપી: મોદી સરકાર દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં સ્વચ્છતાનાં સંદેશ સાથે વિવિધ કાર્યક્રમો ઉજવાય રહ્યા છે. જે અંતર્ગત વાપીમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કુલનાં NCC કેડેટ્સ અને જ્ઞાન સમર્પણ સ્કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ માર્ચ પાસ્ટ સાથે નુક્કડ નાટક યોજી સ્વચ્છતાનો સંદેશ આપી મુસાફરોને સ્વચ્છતાનાં શપથ લેવડાવ્યા હતાં.
વાપીનાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે આપ્યો સ્વચ્છતાનો સંદેશ
જયારે જ્ઞાન સમર્પણ શાળાનાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાનું નુક્કડ નાટક ભજવ્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા અને ટ્રેનમાંથી આવેલા મુસાફરોને સ્વચ્છતાનાં શપથ લેવડાવી પોતાનાં ઘરથી લઇને દરેક જાહેર સ્થળ પર ગંદકી નહીં કરવા અનુરોધ કર્યો હતો. ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિતે યોજાયેલ આ સ્વચ્છતાનાં કાર્યક્રમમાં રેલવે સ્ટાફ, શાળાના શિક્ષકો, મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોનાં આ સંદેશની સરાહના કરી હતી.