મળતી માહીતી મુજબ એપ્રિલ માસમાં ચોરીના આરોપમાં વલસાડ LCBની ટીમે વિનય ઉર્ફે નિખિલ રતનેશ્વર ડોલેપની ધરપકડ કરી ઉમરગામ સબજેલમાં મોકલવામાં આવ્યો હતો. તો આ ઉપરાંત અન્ય એક ઈસમ રિયાઝ શબ્બીરમોલી નામના કાચા કામના કેદીને પણ ચોરીના આરોપમાં ધસરપકડ કરી ઉમરગામ સબજેલમાં મોકલવામાં આવ્યો હતો. આ બન્ને કેદીઓએ જેલમાંથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ આ બન્ને આરોપી સોમવારે જ્યારે આ કેદીઓને સફાઈકામ માટે બેરેક બહાર કાઢવામાં આવ્યા હતાં, ત્યારે જેલના પ્રાંગણમાં લોખંડની ગ્રીલને તોડી આ બંને કેદીઓ ફરાર થઈ ગયા હતા.
ઉમરગામ સબ જેલની ઘોર બેદરકારી, જેલમાંથી બે કેદી સફાઈ કામના બહાને ફરાર - umargam
વલસાડ : વલસાડ જિલ્લાના ઉમરગામની સબ જેલની ગ્રીલ તોડી બે કેદી ફરાર થઈ જતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. સફાઈકામ માટે બહાર કાઢવામાં આવેલા કાચા કામના બે કેદીઓ અગાઉ બનાવેલા પ્લાન મુજબ સફાઈના બહાને બહાર આવી જેલની ગ્રીલ તોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ ચારેબાજુ નાકાબંધી કરી ફરાર કેદીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ બંને કેદીઓ ફરાર થઈ જવાની ઘટના જેલ સત્તાવાળાઓને થતા તાત્કાલિક નજીકના પોલિસ મથકમાં અને વલસાડ જિલ્લા પોલીસવડા, વાપી DYSP ને જાણ કરવામાં આવી હતી. ભાંગેલા કેદીઓને પકડી પાડવા તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી કરવામાં આવી હતી. જેલમાંથી જ એક સાથે બે કેદીઓ ફરાર થઈ જતા વલસાડ પોલીસબેડામાં ખળભળાટ મચી ગઇ છે. ત્યારે પોલીસે આ બંને કેદીઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમની જાણકારી આપવા અનુરોધ કર્યો છે. કેદીઓ ભાગી જતા વાપી ઉમરગામ DYSP પણ ઘટના સ્થળે પહોંચી સઘળી હકીકત જાણી જરૂરી આદેશ આપ્યા હતા.