સેલવાસના કિલવણી ગામે બુધવારે સાંજે 6 વાગ્યે ભારે પવન સાથે વરસાદમાં રોડ પરનું નિલગીરીનું વૃક્ષ ધરાશાયી થતા 2 બળદના ઘટનાસ્થળ પર જ મોત થાય હતા.આદિવાસી પરિવારના ઘર પર ઝાડ પડતા આંગણામાં બાંધેલ 2 બળદો ના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જયારે એક ગર્ભવતી ગાયને કરોડરજ્જુ અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ છે.
દાદરાનગર હવેલીમાં ભારે પવનને કારણે વૃક્ષ પડતા બે બળદના મોત
સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના કિલવણી ગામે વાયુ વાવાઝોડાના પગલે આવેલા ભારે પવન થકી એક વૃક્ષ ધરાશાયી થતાં 2 બળદોના મૃત્યુ થયા છે. ત્યારે આ અંગે જિલ્લા કલેકટર કન્નન ગોપીનાથને અસરગ્રસ્ત આદિવાસીના પશુધનનું વળતર આપવાની બાંહેધરી આપી હતી.
દાદરાનગર હવેલીમાં ભારે પવનને કારણે વૃક્ષ પડતા બે બળદ ના મોત
બનાવની જાણકારી મળતા જ ફાયર ફાઈટર પહોંચી ઝાડને હટાવવાની કામગીરી બજાવી ઇજાગ્રસ્ત ગાયને બહાર કાઢી હતી. વાયુ વાવાઝોડાએ મચાવેલો તાંડવવેગ એટલો જોરદાર હતો કે, ઝાડ પડ્યા બાદ એક બળદનું શીંગડું જ તૂટીને નજીકના અન્ય ઘરના છાપરા પર પડ્યું હતું. ત્યારે આ ગમખ્વાર ઘટના અંગે કલેકટર કન્નન ગોપીનાથને પણ પશુધન ધરાવતા માલિકને આ બે બળદોના અકસ્માત મોત બદલ વળતર આપવાની ખાતરી આપી હતી.