ગુજરાત

gujarat

By

Published : Jul 10, 2019, 12:37 AM IST

ETV Bharat / state

વાપીમાં વરસાદ બાદ ટ્રાફિકની સમસ્યા લોકો પરેશાન

વાપી : શહેરમાં ધોધમાર વરસેલા સીઝનના 48 ઇંચ વરસાદ બાદ ખોરવાયેલું જનજીવન ફરી રાબેતા મુજબ શરૂ થયું છે. માર્ગો ઉપર સવારથી દિવસભર ટ્રાફિક જાવા મળ્યો હતો. માર્ગો ઉપર પડેલા મસમોટા ખાડાઓએ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરાવ્યો હતો.

વાપીમાં વરસાદ બાદ હવે ટ્રાફિકનું વધ્યું ભારણ

વાપીમાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદે જનજીવન ખોરવ્યુ હતું. તો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો. કેટલાક માર્ગો ઉપર વાહનો બંધ પડવાને લઈ ટ્રાફિકજામ સર્જાયો હતો. વાપીથી સેલવાસ,દમણ, વલસાડ અને મુંબઇ તરફના તમામ માર્ગો પર ટ્રાફિક જોવા મળ્યો હતો.

વાપીમાં વરસાદ બાદ ટ્રાફિકની સમસ્યા લોકો પરેશાન

જ્યારે શહેરી વિસ્તારમાં રીક્ષાવાળા અને ખાનગી વાહનો આડેધડ ઉભા રહેતા હોય છે. અન્ય વાહનો પાર્ક કરવાને લઈ માર્ગો ઉપરથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક તરફ માર્ગ પર પડેલા મસમોટા ખાડા પણ મુશ્કેલી સર્જી રહ્યાં છે.વાપીના મોટા ભાગના માર્ગો બેસ્માર બની ગયા છે. જેને લઈ વાહનોની ગતિમર્યાદા ધીમી પડી રહી છે. સર્જાયેલા ટ્રાફિકજામમાં ઈમરજન્સી સેવા આપનારા વાહનો કે ઍમ્બ્યુલન્સને પણ નીકળવામાં ભારે મુશ્કેલી પડે છે.

ટ્રાફિક નિયમન કરનારા ટ્રાફિક પોલીસ ખડેપગે તૈનાત જોવા મળી રહી છે. પરંતુ, ચારેતરફથી અનેક વાહનોની અવરજવર થવાને લઈ વાહનોની કતાર લાગી જાય છે. તો બીજી તરફ ભારે વાહનોની અવરજવર પણ અવિરત ચાલુ હોય વરસાદી મુસીબત બાદ વાપીવાસીઓ માટે ટ્રાફિક સમસ્યા નવી મુસીબત બની છે.

ABOUT THE AUTHOR

...view details