- ક્રિસમસ નજીક આવતા દમણમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો
- ફૂલગુલાબી ઠંડી અને ક્રિસમસ-થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પ્રવાસીઓનું હોટ ડેસ્ટીનેશ બન્યુ દમણ
- પ્રવાસીઓને દમણ પ્રશાસનની કામગીરી પણ આવી પસંદ
દમણ: પ્રવાસીઓને દરિયાકિનારે મનોરમ્ય વાતાવરણ વચ્ચે બીચ પર ફરવાની મોજ કરાવતું દમણ કોરોના કાળમાં પ્રવાસીઓ પરના પ્રતિબંધથી સૂનકાર બન્યું હતું. જોકે દિવાળી બાદ નિયમો હળવા થતાં ફરીથી પ્રવાસીઓના આવાગમનથી ધમધમતું થયું છે. અહીંના સુનકાર ભાસતા બીચ, દરિયા કિનારે આવેલી હોટલો પ્રવાસીઓના આગમનથી ફરી ધમધમતી થઈ છે. ડિસેમ્બર માસમાં દમણમાં પ્રવાસીઓનું આવાગમન અન્ય રાજ્યની સરખામણીએ દમણમાં ઠંડીનું પ્રમાણ ઓછું છે. દરિયા કિનારે-હોટેલોમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.
ફૂલગુલાબી ઠંડી અને ક્રિસમસ-થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ દમણમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો ક્રિસમસ નજીક આવતા દમણમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો આ અંગે દમણ હોટેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હરેશ તંગલે જણાવ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ 30 ટકા પ્રવાસીઓ ઓછા આવ્યા છે. પરંતુ તેમ છતાં કોરોના કાળમાં શમી ગયેલો પ્રવાસીઓનો કલશોર ફરી દમણના બીચ અને હોટેલો પર ગુંજતો થયો છે. ડિસેમ્બરમાં ક્રિસમસ અને 31st ની ઉજવણી કરવા હજારો પ્રવાસીઓ દમણ આવે છે. દર વર્ષે ડિસેમ્બરની ફૂલગુલાબી ઠંડી અને ક્રિસમસ તેમજ વર્ષના છેલ્લા દિવસ એવા 31મી ડિસેમ્બરના લાસ્ટ નાઈટ પાર્ટીની ઉજવણી માટે હજારો પ્રવાસીઓ દમણ આવે છે. અન્ય રાજ્યો કરતાં દમણમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે ઔદ્યોગિકરણના ધુમાડિયા અને પ્રદૂષિત વાતાવરણની સામે અહીં સ્વચ્છ અને ખુશનુમા વાતાવરણ પ્રવાસીઓને વધુ પસંદ પડે છે. એટલે ઠંડીની સીઝનમાં હવાફેર માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના પ્રવાસે આવે છે. ખુશનુમા વાતાવરણ અને સુંદર બીચ પ્રવાસીઓને વધુ પસંદ પડે છે.
બીચ પર સરકારની કામગીરી પ્રવાસીઓને આવી પસંદ
પ્રવાસીઓના મતે દમણમાં આવેલા આ બીચ પર હાલના પ્રશાસને ખૂબ જ સુંદર કામગીરી કરી છે. દમણના લાઇટ હાઉસથી જામપોર બીચ સુધીના સી-ફેસ રોડને વિકસાવી સુંદર બીચનું નિર્માણ કર્યું છે. હજુ પણ પ્રવાસીઓને બેસવા માટે સારી સગવડ ઊભી કરે તો દમણનો બીચ પ્રવાસીઓ માટે વધુ સારું હોટ ડેસ્ટિનેશન બની શકે છે.