વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં રાજસ્થાનથી ધંધા રોજગાર માટે આવીને સ્થાઇ થયેલા મેઘવાળ સમાજે બાબા રામદેવપીરના મંદિર માટે, સમાજની એકતા અને ભાઇચારા માટે એક શામ બાબા રામદેવ પીર કે નામ ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. બાબા રામદેવ પીર યુવક મંડળ દ્વારા આયોજિત આ ભજન સંધ્યા કાર્યક્રમમાં રાજસ્થાનના તેમજ વલસાડ જિલ્લાના અને દમણ સેલવાસના મેઘવાળ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દમણમાં ભજન પ્રેમીઓ માટે ભજન સંધ્યાનુ અયોજન કરાયું - VALSAD
દમણ: દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લામાં વસતા રાજસ્થાની મેઘવાળ સમાજ દ્વારા કુંતેશ્વર મહાદેવ મંદિરે બાબા રામદેવ પીર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણમાં રામદેવ પીરનું મંદિર બનાવી શકાય તેવા શુભ ઉદ્દેશ્યથી આ ભજન સંધ્યા ઉપરાંત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં રાજસ્થાનના મેઘવાળ સમાજ ધંધા-રોજગાર માટે સ્થાયી થયો છે. આ સમાજના હજારો યુવાનો અહીં નોકરી ધંધો કરે છે. આ વિસ્તારમાં સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃતિ પણ કરે છે. શનિવારની ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં મેઘવાળ સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે રાજસ્થાની કલાકારોના કંઠે ગવાયેલા રાજસ્થાની ગીત-સંગીતની મોજ માણી હતી. ઉપસ્થિત ભજન પ્રેમીઓએ બાબા રામદેવપીરના મંદિર માટે યથાયોગ્ય ફાળો આપી ધજાની બોલી લગાવી હતી.