ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં હિટ એન્ડ રનની ઘટનામાં દંપતીનું મોત, કાર ચાલક ફરાર - daman latest news

દમણમાં સુપ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ પ્રજાપતિ તેમની પત્ની સાથે વોકિંગ કરવા નીકળ્યાં હતા. અને અચાનક પુર ઝપટે એક આવતી કાર આ દંપતીનો કાળ બની આવી હતી. અને આ દપંતીનું ઝપેટમાં લીધા હતા.ત્યાંજ ધટના સ્થળે જ દપંતીનું મોત નીપજ્યું હતુ. કાર ચાલક કાર છોડીને ત્યાથી નાશી છુટ્યો હતો.આ ઘટનામાં પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દમણમાં હિટ એન્ડ રનમાં દંપતી બન્યું કાળનો કોળિયો, કાર ચાલક ફરાર
દમણમાં હિટ એન્ડ રનમાં દંપતી બન્યું કાળનો કોળિયો, કાર ચાલક ફરાર

By

Published : May 17, 2020, 2:50 PM IST

દમણઃ શનિવારે સાંજે પુરપાટ વેગે જતી કારની અડફેટે આવી જતા દમણના પ્રજાપતિ દંપતીની કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હિટ એન્ડ રનની આ ઘટનાથી દમણમાં અરેરાટી ફેલાઈ છે.

દમણમાં હિટ એન્ડ રનની ઘટનામાં દંપતીનું મોત, કાર ચાલક ફરાર
દમણમાં સુપ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ પ્રજાપતિ તેમની પત્ની સાથે સાંજનું જમણવાર પતાવી વોકિંગ કરવા નીકળ્યા હતાં. ત્યારે ખારીવાડ વિસ્તારમાં રસ્તાની સાઈડમાં ચાલતા જતા આ દંપતી પર એક કાર ચાલકે કાર ચડાવી દીધી હતી. પુરપાટ વેગે ધસમસતી આવેલી કારની અડફેટે આ દંપતી આવી જતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી.

અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સાથે દમણ પોલીસને જાણ કરી હતી.

અકસ્માત સર્જનાર કારચાલક આ સમયે તકનો લાભ લઇ કાર મૂકીને નાસી છૂટ્યો હતો. ઘાયલ દંપતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેમને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. ઘટનામાં પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details