- સંઘપ્રદેશમાં રાત્રિના 10થી 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ
- આરોગ્ય વિભાગે રાત્રિ કર્ફ્યુનો આદેશ બહાર પાડ્યો
- દાદરા નગર હવેલી અને દમણ બંન્ને પ્રદેશોમાં 40-40 કેસ એક્ટિવ
દમણ :કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં 26મી માર્ચથી 31મી માર્ચ સુધી રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો આદેશ બહાર પાડ્યો છે. સંઘપ્રદેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગે આ ખાસ કોરોના ગાઈડલાઈન બહાર પાડી છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં સંક્રમણ વધુ ના ફેલાય તે ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો
26મી માર્ચથી 31મી માર્ચ સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં લોકો રાત્રે બહાર નીકળી શકશે નહિ. ત્રણેય પ્રદેશમાં આરોગ્ય વિભાગે રાત્રિના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ જાહેર કર્યો છે. આ અંગે યુનિયન ટેરિટરીના આરોગ્ય સચિવ ડૉ. એ મુથમ્માએ મિડીયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં હાલ કોરોનાના કેસ વધ્યા છે. દમણની આસપાસના ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં સંક્રમણ વધુ ના ફેલાય તે ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
26મી માર્ચથી 31મી માર્ચ સુધી હાલ આ રાત્રિ કર્ફ્યુનો આદેશ બહાર પાડવામાં આવ્યો
ડૉ. એ મુથમ્માએ વધુમાં જણાવ્યું હતું કે, 26મી માર્ચથી 31મી માર્ચ સુધી હાલ આ રાત્રિ કર્ફ્યુનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ સમય દરમિયાન દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં તમામ દુકાનો, બાર, રેસ્ટોરન્ટ 10 વાગ્યા પછી ખુલ્લા રાખી શકાશે નહિ.
કેન્દ્ર શાશિત પ્રદેશમાં રાત્રિના 10થી 5 વાગ્યા સુધી કર્ફયૂનો ઓર્ડર આ પણ વાંચો : રાત્રિ કર્ફ્યુ દરમિયાન પાસ નેતા અલ્પેશ કાથીરિયાએ યોજી પાર્ટી, પોલીસે 5 લોકોની કરી ધરપકડ
UTમાં આવતા દરેકે 72 કલાકનો RT PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને આવવાનું રહેશે
કેન્દ્રશાસિત પ્રદેશમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો દાદરા નગર હવેલી અને દમણ બંન્ને પ્રદેશોમાં 40-40 કેસ એક્ટિવ છે. દીવમાં 8 કેસ એક્ટિવ છે. જેઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી છે અથવા તો તેવા લોકો સાથે સંપર્કમાં આવ્યા છે. જે ધ્યાને આવ્યા બાદ પ્રશાસને ખાસ ગાઈડલાઈન બહાર પાડી યુનિયન ટેરિટેરીમાં આવતા દરેકે 72 કલાકનો નેગેટિવ RT PCR રિપોર્ટ લઈને આવવાનું રહેશે. અથવા તો દમણમાં જ ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા ઉભી કરી છે. તેવું પણ આરોગ્ય સચિવે જણાવ્યું હતું.
શાળા કોલેજોમાં ઓફલાઇન અભ્યાસ બંધ કરાયો
કોવિડ-19ના વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખી શાળા કોલેજોમાં પણ ઓફલાઇન અભ્યાસ બંધ કરી ઓનલાઈન શિક્ષણ પર ભાર મુક્યો છે. દમણ-દીવ અને દાદરાનગર હવેલી સીમિત વિસ્તાર હોવાની સાથે પ્રવાસન સ્થળ હોવાથી હાલના મહામારીના સમયમાં પ્રવાસીઓ પણ દમણ આવવાનું ટાળે છે. આ તમામ ટેસ્ટ ફરજીયાત કરીને માસ્ક સહિતના નિયમોનું પાલન કરીને આવે તેવી અપીલ આરોગ્ય સચિવે કરી હતી. સ્થાનિક લોકો પણ પોતાના ધંધા રોજગારના સ્થળે, ઉદ્યોગોમાં પૂરતી તકેદારી રાખે તે માટે ખાસ SOP પણ પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ પણ વાંચો : રામોલમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે યુવકોએ મોડી રાત્રે ફટાકડા ફોડી કરી આતશબાજી
વેક્સિનેશન કામગીરીમાં 40 ટકા આસપાસની કામગીરી પૂર્ણ
વેક્સિનેશન કામગીરીમાં પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તેવું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. જેમાં સંઘપ્રદેશમાં પ્રથમ અને બીજા ફેઝની સરાહનીય કામગીરી બાદ હાલમાં 60થી વધુ ઉંમરના સિનિયર સિટીઝનો, 45 વર્ષથી વધુ ઉંમરના કોમોરબીડ લોકો માટે ચાલતી વેક્સિનેશન કામગીરીમાં પણ 40 ટકા આસપાસની કામગીરી પૂર્ણ કરી હોવાનું અને હાલ વોર્ડ વાઇઝ, કેમ્પઈન ચલાવવામાં આવી રહી છે. લોકો સુરક્ષિત રહે, સલામત રહે તે માટે તમામ જરૂરી તકેદારીના પગલાં પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે.