દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના એકીકરણ બાદ પ્રથમવાર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંઘપ્રદેશની મુલાકાતે પધારી રહ્યા છે. જેમના સ્વાગતની તૈયારી માટે પ્રસાશન દ્વારા સેલવાસ નરોલી રોડ અને રિવરફ્રન્ટ પર લાઈટિંગ કરી સાજ શણગાર કરવામા આવ્યો છે.
રાષ્ટ્રપતિના સ્વાગત અને સુરક્ષા માટે પ્રસાશન સુરક્ષા વ્યવસ્થાની તૈયારીમાં જોડાઈ ગયુ છે. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ કોડ અનુસાર તેમની ત્રણ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામા આવી રહી છે. જે માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર પાસેથી પોલીસ સુરક્ષા દળની માગ કરવામા આવી છે. દાદર નગર હવેલી પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને ઈન્ડિયન રિઝર્વ પોલીસ, ફોર્સના જવાનો પણ રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત રહેશે. સીઆઈએસએફ અને બીજી સુરક્ષા એજન્સી અને રાષ્ટ્રપતિના ખાનગી સુરક્ષા દળો પણ જોડાશે. શનિવારે SP શરદ દારડેએ સુરક્ષા વ્યવસ્થા માટે લોકલ પોલીસ અને આઈઆરબી ટીમને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.