ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂંટણી: 2 રૂપિયાની બોલપેનથી લઈ 15 હજારના મંડપના ભાવ કરાયા નક્કી

દમણ : આગામી લોકસભાની ચૂ઼ંટણીમાં ઉમેદવારના ખર્ચ ઉપર નજર રાખવા માટે મંગળવારે દમણ - દીવના ચૂંટણી અધિકારીએ રેટ કાર્ડ નક્કી કર્યો છે. જેમાં 2 રૂપિયાની પેનથી લઇને 15,000 મંડપ, કમાન આકાર ગેટ, ચા-નાસ્તા અને પ્રચાર સામગ્રી સહિત વાહનના ભાડા અંગે રેટ ચાર્ટ નક્કી કરવામાં આવ્યો છે.

By

Published : Mar 20, 2019, 12:48 PM IST

ફાઇલ ફૉટો

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી દમણના ડેપ્યુટી કલેકટર તથા ચૂંટણી અધિકારી હરમિન્દર સિંધેમંગળવારે આ અંગે અખબારી યાદી દ્વારા સંઘપ્રદેશ દમણ દીવમાંથી લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે ચૂ઼ંટણી પ્રચાર પ્રસારના ખાસ ભાવો નક્કી કર્યા છે. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ચૂ઼ટણીમાં ઉમેદવારોના ખર્ચ ઉપર નજર રાખવા માટે તથા વધારાના ખર્ચને રોકવા માટે રેટનક્કીકરવામાં આવ્યાછે.

આ રેટમાં લાઉડ સ્પીકર, એમ્પ્લીફાયર સાથેનો રોજનો ખર્ચ 4300 નક્કી કરવામાં આવ્યોછે. મંડપ અને કમાન આકાર ગેટ માટે 20 રૂપિયા સ્કેવર ફૂટથી લઇને 15000 સુધીનું દૈનિક ભાડું નક્કી કરવામાં આવ્યુંછે. આ ઉપરાંતપક્ષના કાપડના બેનર માટે 540 રૂપિયા, પોસ્ટર પત્રિકા માટે 48 રૂપિયા, હોર્ડિંગ્સ માટે 25 રૂપિયા સ્કેવર ફૂટ, રેલી અને પ્રચાર માટેના વાહનોના દૈનિક 3300 થી 6600 ભાડું નક્કી કરાયું છે. તથાચા- નાસ્તા બ્રેકફાસ્ટ, ફૂડ પેકેટ પાણી માટે 10 થી 90 રૂપિયા, જ્યારે સ્ટેશનરીમાં બોલપેન, u-pin, i_pin, સ્ટેલપર, ઝેરોક્ષ સહિતની સામગ્રી માટે 2.16 રૂપિયાથી 212.43 રૂપિયા સહિત કુલ 50 પ્રકારની પ્રચાર પ્રસારની અને જરૂરિયાતની સામગ્રીનો સમાવેશ ચાર્જ નક્કીકરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે પ્લાસ્ટિકના ઝંડા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે ઉમેદવારોએ રોજે રોજ પોતાના ખર્ચનો હિસાબ ચૂ઼ંટણી અધિકારી સામે રજૂ કરવાનો રહેતો હોય છે. સંઘપ્રદેશ દમણ દીવમાં આગામી 23મી એપ્રિલના રોજ લોકસભા માટે મતદાન હાથ ધરાશે. આ ચૂંટણીમાં ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ કરવા માટે રેટનક્કી કરવામાં આવ્યોછે. જે મુજબ ઉમેદવાર હવેથી ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ પોતાનો ખર્ચ હિસાબમાં બતાવી શકશે.

ABOUT THE AUTHOR

...view details