- વાપી નગરપાલિકાની ચુંટણી જાહેર
- દિવાળી પહેલા જ લાગી આદર્શ આચારસંહિતા
- ગત ટર્મમાં ભાજપે 44માંથી 41 બેઠક પર વિજય મેળવ્યો હતો
વાપી :- ગુજરાતની વાપી નગરપાલિકા(Vapi Municipality) અને અન્ય નગરપાલિકાની સામાન્ય તેમજ પેટા ચૂંટણીની ચૂંટણી(Vapi elections) પંચ દ્વારા વાઘ બારસના દિવસે 1લી નવેમ્બરે વાપી નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.આગામી 28મી નવેમ્બરે વાપી નગરપાલિકામાં 44 સભ્યો માટે 11 વોર્ડની ચૂંટણી યોજાશે. સાથે જ આજથી વાપી વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલ થશે.
11 વોર્ડના 44 સભ્યો માટે યોજાશે ચૂંટવાની ક્રિયા
વાપીમાં કુલ 11 વોર્ડ અને 44 સભ્યો છે. ગત ટર્મમાં ભાજપે વાપી નગરપાલિકામાં 41 બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે આ વખતે ચૂંટણી પંચે જાહેર કરેલ ચૂંટણીની તારીખ મુજબ 8મી નવેમ્બરથી 13મી નવેમ્બર દરમ્યાન દરેક પક્ષના ઉમેદવારો ઉમેદવારની નોંધણી કરી ઉમેદવારી ફોર્મ ભરી શકશે.