ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ પ્રશાસને અન્ય રાજ્યના પોલ્ટ્રી પક્ષીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો - The Daman administration

બર્ડ ફ્લુથી બચવા દમણ કલેકટરે એક આદેશ બહાર પાડ્યો છે. દમણમાં અન્ય રાજ્યોમાંથી આવતા પોલ્ટ્રી અને નોન પોલ્ટ્રી પક્ષીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી આપતો આદેશ બહાર પાડ્યો છે.

દમણ પ્રશાસને અન્ય રાજ્યના પોલ્ટ્રી પક્ષીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો
દમણ પ્રશાસને અન્ય રાજ્યના પોલ્ટ્રી પક્ષીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો

By

Published : Jan 10, 2021, 9:04 AM IST

  • બર્ડ ફલુ સામે દમણ પ્રશાસનની અગમચેતી
  • દમણમાં લવાતા પોલ્ટ્રી અને નોન પોલ્ટ્રી પક્ષીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ
  • દમણ કલેકટરે આદેશ બહાર પાડ્યો

દમણ: ભારતમાં બર્ડ ફ્લુથી પ્રભાવિત રાજ્યોને ધ્યાને લઇ દમણના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટએ અન્ય રાજ્યોથી દમણમાં લવાતા પોલ્ટ્રી અને નોન પોલ્ટ્રી પક્ષીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કર્યો છે.

સંઘપ્રદેશ દમણના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ રાકેશ મિન્હાસે શુક્રવારે એક ઓર્ડર જાહેર કરી જણાવ્યું હતું કે, હાલ કેરળ, કોટા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એવિયન ઇન્ફ્લ્યુએંજા અથવા બર્ડ ફ્લુના કેસો સામે આવી રહ્યા છે. જેથી આ બીમારીઓ દમણમાં પ્રવેશે તો અહીંની જનતા પર તેનો પ્રભાવ ન પડે તે માટે અન્ય રાજ્યોથી દમણમાં આવતા તમામ પોલ્ટ્રી અને નોન પોલ્ટ્રીના પક્ષીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.

દમણ ચેકપોસ્ટ પર ચુસ્ત વાહન ચેકીંગ

જે માટે પોલીસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગને દમણમાં પ્રવેશવા માટેના તમામ ચેકપોસ્ટો ઉપર ચુસ્ત વાહન ચેકિંગ કરવા સુચના અપાઇ છે. વલસાડમાં પણ ગુરૂવારે તિથલ દરિયા કાંઠે એક પક્ષી તડફડતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઉપરાંત નજીકના ગામમાં 6 જેટલા કાગડા મૃતહાલતમાં મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

વલસાડ કલેક્ટર પણ સતર્ક

કલેકટરે તાકીદની બેઠક બોલાવી અધિકારીઓને બર્ડ ફલુની આશંકાએ સતર્ક રહેવા આદેશ કર્યો હતો. જેથી સંઘપ્રદેશ દમણ પ્રશાસન પણ આ બીમારીને લઇ સતર્ક બની છે અને તકેદારીના પગલાં લઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details